શ્રીસાન્તે 7 વર્ષ બાદ મેદાનમાં પાછા ફરીને કર્યું આવું પ્રદર્શન

13 January, 2021 10:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શ્રીસાન્તે 7 વર્ષ બાદ મેદાનમાં પાછા ફરીને કર્યું આવું પ્રદર્શન

શ્રીસાન્ત

ભારતીય ટીમનો ઝડપી બોલર એસ શ્રીસાન્ત 7 વર્ષ બાદ સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછો ફર્યો છે. સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ 2021માં તેઓ પોતાની ઘરેલૂ ટીમ કેરળનું પ્રતિનિધિત્વ કરતા નજર આવ્યા છે અને તેમણે આ ટૂર્નામેન્ટનો પહેલો મુકાબલો પુદુચેરી વિરૂદ્ધ રમ્યા હતા. આ મુકાબલામાં પુદુચેરીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પુદુચેરી વિરૂદ્ધ એસ શ્રીસાન્તે સારી બોલિંગ કરી અને તેની સ્પેલ પૂર્ણ કર્યા બાદ તેઓ ઈમોશનલ નજર આવ્યા અને પિચને હાથ જોડતા નજર આવ્યા.

સાત વર્ષ બાદ જે રીતે શ્રીસાન્તે વાપસી કરી છે તે શાનદાર રહી અને તેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં 29 રન આપ્યા અને એક વિકેટ લીધી હતી. તેણે પુદુચેરીના ઓપનર બેટ્સમેન ફાબિદ અહમદને 10 રન પર આઉટ કર્યો. આ મૅચમાં પુદુચેરીએ પ્રથમ દાવ રમીને 20 ઓવરમાં 6 વિકેટ પર 138 રન બનાવ્યા હતા. એના જવાબમાં કેરળની ટીમે 18.2 ઓવરમાં 4 વિકેટ પર 139 રન બનાવીને 6 વિકેટથી જીતી ગઈ.

સોમવારે રમાયેલી આ મેચમાં કેરળ તરફથી ઓપનર રૉબિન ઉથપ્પાએ 21 રન, અઝહરુદ્દીને 30 રન, કેપ્ટન સંજૂ સેમસને 32 રન બનાવીને ટીમની જીતમાં મોટી ભૂમિકા ભજવી છે. તેમ જ આ જીત બાદ શ્રીસાન્તે ટ્વિટ કરીને ફૅન્સનો આભાર માન્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, તમારા સપોર્ટ અને પ્રેમ માટે ખૂબ ખૂબ આભારર, આ તો ફક્ત એક શરૂઆત છે. તમારી પ્રાર્થનાની મને જરૂરત છે અને તમારા અને તમારા પરિવાર માટે ઘણી બધી રિસ્પેક્ટ.

તમને જણાવી દઈએ કે એસ શ્રીસાન્ત ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી મૅચ વન-ડે વર્લ્ડ કપ 2011માં રમ્યો હતો. તેઓ 2007માં ટી20 વર્લ્ડ કપ અને 2011માં વન-ડે વર્લ્ડ કપ વિનર ટીમના સદસ્ય પણ રહી ચૂક્યો છે. વર્ષ 2013માં તે આઈપીએલ દરમિયાન સ્પૉટ ફિક્સિંગ માટે દોષી સાબિત થયો હતો, ત્યાર બાદ તેના પર આજીવન પ્રતિબંધ મૂકાયો હતો, પરંતુ કોર્ટે તેને ઘટાડીને 7 વર્ષ કરી દીધો હતો અને ગયા વર્ષે ઑક્ટોબરમાં તેમનો પ્રતિબંધ સમાપ્ત થયો હતો.

s sreesanth sreesanth cricket news sports news