ICC Test Rankingsમાં રોહિત શર્માએ મારી છલાંગ, પહોંચ્યા આ સ્થાન પર

28 February, 2021 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ICC Test Rankingsમાં રોહિત શર્માએ મારી છલાંગ, પહોંચ્યા આ સ્થાન પર

રોહિત શર્મા

ભારતીય ટીમના ઑપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મૅચની બન્ને ઈનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જ નામ હિટમેન રોહિત શર્માને આઈસીસીની ટેસ્ટ રેકિંગમાં મળ્યું છે. રોહિત શર્મા એકવાર ફરીથી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટૉપ 10 બેટ્સમેનની યાદીમાં સામેલ થયા છે. સાથે જ તેમણે ફરીથી કરિયરની બેસ્ટ રેન્કિંગ પ્રાપ્ત કરી છે.

રોહિત શર્માએ મોટેરામાં પિન્ક બૉલથી રમાયેલી ત્રીજી ટેસ્ટ મૅચની પહેલી ઈનિંગમાં 96 બૉલમાં 66 અને બીજી ઈનિંગમાં 25 રન બનાવ્યા હતા. આને કારણે તેઓ 14થી 18માં સ્થાન પર પહોંચ્યા છે. રોહિત શર્માએ 6 સ્થાનોની છંલાગ લગાવી છે. આ સીરીઝની બીજી ટેસ્ટ મૅચમાં સદી ફટકાર્યા બાદ તેઓ 19થી 14માં સ્થાન પર પહોંચ્યા હતા. રોહિત શર્માએ પોતાના ટેસ્ટ કરિયરમાં બીજી વાર ટૉપ 10માં જગ્યા બનાવી છે. આ પહેલા પણ 742 અંકોના સાથે ટેસ્ટ રેન્કિંગમાં ટૉપ 10માં સામેલ રહ્યા છે.

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટૉપ 10 બેટ્સમેનમાં ત્રણ ભારતીય બેટ્સમેન સામેલ છે, જેમાં વિરાટ કોહલી પાંચમાં સ્થાને, રોહિત શર્મા 8માં અને ચેતેશ્વર પુજારા 10માં સ્થાન પર છે. આ મૅચ પહેલા પુજારા 8માં સ્થાન પર હતા, પરંતુ શૂન્ય પર આઉટ થયા બાદ તેને રેન્કિંગમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેમ જ 919 અંકો સાથે ન્યૂ ઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસન પહેલા સ્થાન પર છે. બીજી સ્થાન પર 891 અંકો સાથે સ્ટીવ સ્મિથ છે. ત્રીજા સ્થાન પર માર્નસ લબુશેન છે.

તેમ જ ટેસ્ટ રેન્કિંગમાં બોલરોની વાત કરીએ તો આર અશ્વિને ચોથા સ્થાન પર છલાંગ લગાવીને ત્રીજા સ્થાને પહોંચ્યો છે. અશ્વિન હવે પેટ કમિન્સ અને નીલ વેગનર બાદ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર ત્રણનાં બોલર છે. જોકે જસપ્રિત બુમરાહને એક સ્થાનનો ઘાટો થયો છે, જે 8માંથી 9માં સ્થાન પર આવી ગયો છે. ઑલરાઉન્ડર્સની રેન્કિંગમાં ટૉપ 10માં કોઈ ફેરફાર થયો નથી, જ્યાં પહેલા નબંરે જેસન હોલ્ડર બિરાજમાન છે.

rohit sharma cricket news sports news international cricket council