તમને ખ્યાલ છે યુવરાજ 2 ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે પણ કામ કરી ચુક્યો છે

10 June, 2019 04:50 PM IST  |  મુંબઈ

તમને ખ્યાલ છે યુવરાજ 2 ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે પણ કામ કરી ચુક્યો છે

યુવરાજ સિંહ

ટીમ ઇન્ડિયાના 2007 ટી20 વર્લ્ડ કપ અને 2011 ના ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપની જીતનો હિરો એવા યુવરાજ સિંહે સોમવારે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાક કરી દીધી છે. મુંબઇમાં યુવરાજે સાઉથ હોટલમાં પ્રેસ કોન્ફરન્સમાં સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. પણ ટીમ ઇન્ડિયાના સિક્સર કિંગ તરીકે જાણીતા યુવરાજ વિશે આ ખાસ વાત તમે ભાગ્યે જ જાણતા હશો.


યુવીને અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કરાયો છે
યુવરાજસિંહ પુર્વ ક્રિકેટર યોગરાજસિંહ અને શબનમ સિંહનો પુત્ર છે. તેનો જન્મ 12 ડિસેમ્બર 1981 માં થયો હતો. યુવરાજને ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડથી પણ સન્માનીત કરવામાં આવ્યો છે. તો વર્ષ 2014માં તેને પદ્મ શ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.


યુવીને ટેનિસ અને સ્કેટિંગનો ઘણો શોખ હતો
યુવરાજને નાનપણમાં ટેનિસ અને રોલર સ્કેટિંગનો ઘણો શોખ હતો. યુવરાજ અંડર 14 સ્કેટીંગ ચેમ્પિયનશિપ પણ જીતી ચુક્યો છે.પણ પિતા યોગરાજ તેને ક્રિકેટર બનાવવા ઇચ્છતા હતા. યુવરાજે પિતાનું સપનું પુરૂ કર્યું અને પિતા પાસેથી જ ટ્રેનીંગ લીધી.



યુવીએ 2 પંજાબી ફિલ્મમાં પણ કામ કર્યું છે
યુવીએ ચાઇલ્ડ આટિસ્ટ તરીકે 2 ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે પંજાબી ફિલ્મ મેહંદી સગણ દી અને પટ સરદારમાં કામ કર્યું છે. જેમાં તેનો રેલો સામાન્ય હતો પરંતુ ઘણો વખાણવા લાયક રોલ હતો.



યુવીએ 11 વર્ષની ઉમરમાં ક્રિકેટની કારકિર્દી શરૂ કરી
યુવરાજ સિંહે પોતાના ક્રિકેટ કારકિર્દીની શરૂઆત 11 વર્ષની ઉમરથી જ કરી દીધી હતી. તેણે પંજાબની અંડર 12 ની ટીમમાંથી કરી હતી. તેણે પંજાબની અંડર 12 ની ટીમમાં 12 નવેમ્બર 1995-96 માં જમ્મુ કાશ્મીરની અંડર 16 ટીમ સામે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. યુવીના અંડર 19માં વર્લ્ડ કપમાં સારા પ્રદર્શનના આધારે આઇસીસી નોટ આઉટ ટ્રોફી માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું. યુવરાજની પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની શરૂઆથ કેન્યા સામે થઇ હતી.


યુવરાજે ભારત માટે 40 ટેસ્ટ, 304 વન ડે અને 58 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. યુવરાજ ઓલ રાઉન્ડર તરીકે અને વધુમાં તેની પાવરફુલ ફિલ્ડીંગના કારણે વધુ જાણીતો બન્યો હતો.

yuvraj singh team india cricket news sports news