દિનેશ કાર્તિકે બિનશરતી માફી માંગતા BCCI એ માફ કર્યો

17 September, 2019 02:00 PM IST  |  Mumbai

દિનેશ કાર્તિકે બિનશરતી માફી માંગતા BCCI એ માફ કર્યો

દિનેશ કાર્તિક

Mumbai : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી દિનેશ કાર્તિકે ક્રિકેટ બોર્ડની પરવાનગી વગર કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) માં હાજરી આપી હતી. જેને પગલે ભારતીય ક્રિકેટ બોર્ડે તેને નોટીસ ફટકારી હતી. જેના જવાબમાં દિનેશ કાર્તિકે બિન શરતી માફી માંગી લીધી હતી. ઉલ્લેખનીય છે કે કેરેબિયન પ્રીમિયર લીગ(CPL) મેચ દરમિયાન ટ્રિનબિયાગો નાઈટ રાઈડર્સના ડ્રેસિંગ રૂમમાં દેખાયો હતો. કાર્તિક ડ્રેસિંગ રૂમમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ સુકાની બ્રેન્ડન મેક્કુલમ સાથે બેઠો હતો. બિન શરતી માફી માંગ્યા બાદ સોમવારે ભારતીય ક્રિકેટ બોર્ડે દિનેશ કાર્તિકને માફ કરી દીધો હતો.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

જાણો, દિનેશ કાર્તિકે માફી પત્રમાં શું લખ્યું હતું
દિનેશ કાર્તિકે અગાઉ બીસીસીઆઈની કારણ દર્શક નોટિસનો ચાર પોઇન્ટમાં જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે તે કોચ મેક્કુલમના અનુરોધ પર પોર્ટ ઓફ સ્પેન ગયો હતો અને તેના કહેવા પર જ ટ્રિનબાગોની જર્સી પહેરીને બેઠો હતો.દિનેશ કાર્તિકે માફી માગીને પત્ર લખતા કહ્યું હતું કે, હું બીસીસીઆઈની પરવાનગી લીધા વગર ગયો હોવાથી તેમની પાસે પાસે બિન શરતી માફી માગું છું. મેં તેમની સાથે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લીધો નથી. તેમજ તેમની માટે કોઈ ભૂમિકા ભજવી નથી. તેણે બોર્ડને ભરોસો અપાવ્યો છે કે વેસ્ટ ઇન્ડિઝથી પરત ન ફરે ત્યાર સુધી ટીમના ડ્રેસિંગ રૂમમાં જશે નહીં.

cricket news sports news board of control for cricket in india