ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનને નડ્યો અકસ્માત, કારને થયું ભારે નુકસાન

30 December, 2020 05:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનને નડ્યો અકસ્માત, કારને થયું ભારે નુકસાન

મોહમ્મદ અઝહરુદ્દીન. તસવીર સૌજન્ય - જાગરણ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનના કારનો અકસ્માત રાજસ્થાનના સોનવાલામાં થયો છે, પરંતું તેઓ બચી ગયા છે. તેમના અંગત સહાયકના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં તેમને કોઈ ઈજા પહોંચી નથી. એએનઆઈ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જોકે એએનઆઈ તરફથી જે તસવીર શૅર કરેલી તસવીરમાં સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે, તેમની કારને ખરાબ રીતે નુકસાન પહોંચ્યું હતું અને ખાસ કરીને કારની ડાબી બાજુ સંપૂર્ણપણે દબાઈ ગઈ છે અને ત્યાં ભારે નુકસાન થઈ ગયું છે.

57 વર્ષના મોહમ્મદ અઝહરુદ્દીન ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરી ચૂક્યા છે અને હાલ તેઓ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશના અધ્યક્ષ છે. સપ્ટેમ્બરમાં જ્યારે તેઓ આ પજ માટે ચૂંટાયા હતા ત્યારે તેઓ વર્ષ 2009માં મુરાદાબાદથી જીતીને મેમ્બર ઑફ પાર્લિયામેન્ટ પણ બન્યા હતા. મોહમ્મદ અઝહરુદ્દીને ટીમ ઈન્ડિયાની કેપ્ટેન્સી ઘણી વર્ષો સુધી સંભાળી અને ટેસ્ટ અને વનડે મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

અઝહરુદ્દીન પોતાના જમાનાના એક જાણીતા ફિલ્ડર માનવામાં આવતા હતા સાથે જ તેઓ એક મહાન બેટ્સમેન પણ હતા. તેમણે ભારત માટે 99 ટેસ્ટ મૅચ અને 334 વનડે મૅચ રમ્યા હતા. 99 ટેસ્ટ મૅચોમાં એમણે 45.03ની સરેરાશથી 62125 રન બનાવ્યા હતા. જેમના નામ પર 22 સેન્ચૂરી અને 21 હાફ સેન્ચૂરી નોંધાઈ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમનો બેસ્ટ સ્કોર 199 રન હતો.

બીજી તરફ વનડે ક્રિકેટની વાત કરીએ તો તેમણે 334 વનડે મૅચોમાં 36.92ની સરેરાશથી 978 રન બનાવ્યા હતા. વનડેમાં તેમના નામ પર 7 સેન્ચૂરી અને 58 હાફ સેન્ચૂરી નોંધાઈ છે, ત્યારે તેમનો બેસ્ટ સ્કોર અણનમ 153 રન છે. તેમણે ટેસ્ટ ડેબ્યૂ 31 ડિસેમ્બર 1984ના રોજ કર્યું હતું. તેમ જ પહેલી વનડે મૅચ 20 જાન્યુઆરી 1985ના રોજ રમ્યો હતો. મૅચ ફિક્સિંગના આરોપોના કારણે તેમનું ક્રિકેટ કરિયરનું વર્ષ 2000માં અંત થયું હતું.

mohammad azharuddin cricket news sports news rajasthan