ઇન્ડિયન બૅડમિન્ટન લીગનું શનિવારે મુંબઈમાં લૉન્ચિંગ

07 November, 2012 06:29 AM IST  | 

ઇન્ડિયન બૅડમિન્ટન લીગનું શનિવારે મુંબઈમાં લૉન્ચિંગ

શનિવારે બાંદરાની એક ફાઇવસ્ટાર હોટેલમાં લંડન ઑલિમ્પિક્સની બ્રૉન્ઝ મેડલિસ્ટ સાઇના નેહવાલ, નૅશનલ કોચ પુલેલા ગોપીચંદ અને ભારતીય બૅડમિન્ટનના બીજા અનેક નિષ્ણાતોની હાજરીમાં આઇબીએલ લૉન્ચ કરવામાં આવશે.

આ સ્પર્ધામાં ૧૦ લાખ ડૉલર (સાડાપાંચ કરોડ રૂપિયા)ના ઇનામો આપવામાં આવશે. બૅડમિન્ટનજગતની કોઈ ચૅમ્પિયનશિપમાં આટલું મોટું ઇનામ નથી આપવામાં આવતું.

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ