મોટા સમાચાર: ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે લીધો સંન્યાસ

26 February, 2021 05:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોટા સમાચાર: ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે લીધો સંન્યાસ

યુસુફ પઠાણ

ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર રહેલા યુસુફ પઠાણે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું છે. લાંબા સમયથી ટીમની બહાર રહેલા યુસુફને ગયા વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં કોઈ પણ ટીમે ખરીદી કરી નહોતી. 26 ફેબ્રુઆરી 2021ના રોજ પઠાણે પોતાના કરિયર પર વિરામ લગાવવાની જાહેરાત કરી દીધી છે.

ભારતીય ટીમમાં પોતાના તોફાની બેટિંગ અને સ્પિન બૉલિંગના કારણે ટીમમાં સ્થાન મેળવનાર યુસુફે સંન્યાસ લઈ લીધો છે. નાના ભાઈ ઈરફાન પઠાણે ગયા વર્ષે જ પોતાનો ઈન્ટરનેશનલ ક્રિકેટ પર વિરામ લગાવવાનો નિર્ણય લઈ લીધો હતો. શુક્રવારે 26 ફેબ્રુઆરીના રોજ બપોરે આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કરીને આ વાતની જાહેરાત કરી છે.

તેમણે લખ્યું કે પોતાના પરિવારના લોકો, સાથીઓ, ફૅન્સ, ટીમ, કોચ અને તમામ દેશવાસીઓનો આભાર માને છે. હવે તો જે સમર્થન આ તમામને આપ્યો એના માટે તેઓ ધન્યવાદ કરવા માંગશે.

વર્ષ 2007માં સાઉથ આફ્રિકામાં રમાયેલી ટી20 વર્લ્ડ કપ દરમિયાન પોતાના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 2008માં પાકિસ્તાન વિરૂદ્ધ યુસુફે વન-ડે કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2012માં આ ખેલાડીએ છેલ્લી વખતે કોઈ ઈન્ટરનેશનલ મૅચ રમ્યો હતો. ભારત માટે 57 વનડે અને 22 ટી20માં યુસુફને રમવાની તક મળી. વનડેમાં તેણે બે સદીની મદદથી 810 રન બનાવ્યા સાથે 33 વિકેટ પણ ફટકારી હતી. ટી20માં યુસુફના નામ પર 236 રન છે અને 13 વિકેટ ઝડપી છે.

yusuf pathan cricket news sports news