T20માં ભારતીય મહિલાઓએ પાકિસ્તાન સામે વર્લ્ડ કપનો બદલો એશિયા કપમાં લીધો

29 October, 2012 06:14 AM IST  | 

T20માં ભારતીય મહિલાઓએ પાકિસ્તાન સામે વર્લ્ડ કપનો બદલો એશિયા કપમાં લીધો



ગ્વૅન્ગડૉન્ગ (ચીન): ૧ ઑક્ટોબરે ગૉલમાં પાકિસ્તાન સામેના પરાજયથી ભારતીય મહિલા ટીમ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

ગઈ કાલે ભારતીય મહિલાઓએ પાકિસ્તાનને ૯ બૉલ બાકી રાખીને ૮ વિકેટે હાર આપી હતી. પાકિસ્તાન ૧૯.૩ ઓવરમાં માત્ર ૯૩ રનના ટોટલ પર ઑલઆઉટ થઈ હતી. છેલ્લા ૨૭ બૉલમાં એના ૨૦ રન બન્યા હતા અને છેલ્લી ૭ વિકેટે પડી ગઈ હતી. ઑફ સ્પિનર અર્ચના દાસ અને લેગ સ્પિનર રીમા મલ્હોત્રાએ બે-બે વિકેટ લીધી હતી. પાકિસ્તાનની ચાર બૅટ્સવીમેન રનઆઉટ થઈ હતી.

ભારતે ૯૪ રનનો ટાર્ગેટ ૧૮.૩ ઓવરમાં બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. કૅપ્ટન મિતાલી રાજ (૩૬ નૉટઆઉટ, ૩૮ બૉલ, ત્રણ ફોર) અને હરમનપ્રીત કૌર (૧૨ નૉટઆઉટ, ૧૯ બૉલ) વચ્ચેની ત્રીજી વિકેટ માટેની ૪૧ રનની ભાગીદારી મૅચવિનિંગ બની હતી. ઓપનર સુલક્ષણા નાઇકે ૨૮ બૉલમાં ૨૩ રન બનાવ્યા હતા.