02 May, 2026 07:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના
BCCI એ મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. ગયા વર્ષે ODI વર્લ્ડ કપમાં ટીમને વિજય અપાવનાર હરમનપ્રીત કૌરને કેપ્ટન બનાવવામાં આવી છે, જ્યારે સ્મૃતિ મંધાનાને ઉપ-કેપ્ટન બનાવવામાં આવી છે. ટુર્નામેન્ટમાં બાર ટીમો ભાગ લેશે. ICC એ 12 ટીમોને છ-છના બે ગ્રુપમાં વિભાજીત કરી છે. આ દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ભારતને પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ સાથે ગ્રુપ A માં મૂકવામાં આવ્યું છે.
શનિવારે જાહેર કરાયેલી ટીમમાં ગયા વર્ષે ODI વર્લ્ડ કપ વિજેતા ટીમના 11 ખેલાડીઓનો સમાવેશ થાય છે. પંજાબની નંદની શર્માને પ્રથમ વખત વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવી છે.
T20 વર્લ્ડ કપ 12 જૂનથી ઇંગ્લેન્ડમાં શરૂ થશે. ભારત 14 જૂને બર્મિંગહામમાં પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
T20 કેપ્ટન હરમનપ્રીત કૌર, કોચ અમોલ મુઝુમદાર, પસંદગી સમિતિના અધ્યક્ષ અમિતા શર્મા અને BCCI સચિવ દેવજીત સૈકિયા પસંદગી સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા.
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), ભારતી ફુલમાલી, શ્રી ચારણી, યાસ્તિકા ભાટિયા, નંદની શર્મા, અરુંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌડ, રેણુકા સિંહ ઠાકુર, શ્રેયંકા પાટિલ અને રાધા યાદવ.
ભારતીય ટીમમાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માને ઓપનર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. જેમીમા રોડ્રિગ્સ ત્રીજા નંબર પર છે. નંદની શર્માને પહેલી વાર વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવી છે.
ટી20 વર્લ્ડ કપમાં ચોથા નંબર પર કેપ્ટન હરમનપ્રીત કૌર મુખ્ય ભૂમિકા ભજવશે. રિચા ઘોષને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવી છે. તે ડેથ ઓવરમાં મોટા શોટ મારવામાં માહિર છે. યાસ્તિકાને બેકઅપ વિકેટકીપર અને ઓપનર તરીકે પસંદ કરવામાં આવી છે.
અનુભવી ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરને પેસ અટેકની જવાબદારી સોંપવામાં આવી છે. ક્રાંતિ ગૌડ અને અરુંધતી રેડ્ડી તેમને ટેકો આપશે. સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને સ્પિન વિભાગ સોંપવામાં આવ્યો છે. શ્રેયંકા પાટિલ અને એન શ્રીચરાની પણ મુખ્ય ભૂમિકા ભજવશે.
ટુર્નામેન્ટમાં બાર ટીમો ભાગ લેશે. ICC એ 12 ટીમોને છ-છના બે ગ્રુપમાં વિભાજીત કરી છે. આ દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ભારતને પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ સાથે ગ્રુપ A માં મૂકવામાં આવ્યું છે.