બીજી વન-ડેમાં ભારતની 6 વિકેટે જીત, કોહલીએ ફટકારી સદી

14 February, 2019 06:52 PM IST  | 

બીજી વન-ડેમાં ભારતની 6 વિકેટે જીત, કોહલીએ ફટકારી સદી

ભારતે જીતી એડિલેડ વનડે

એડિલેડ વન ડેમાં સારું પ્રદર્શન કરી ભારતે જીત મેળવી છે. બીજી વનડેમાં ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને 299 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતીય ટીમે પણ સારી શરૂઆત કરતા ઑસ્ટ્રેલિયાને હાર આપી.

ભારતે 49 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 299 રન કર્યા. ભારતે આ મેચ જીતીને શ્રેણી જીવંત રાખી છે. આ મેચમાં કોહલી અને ધોનીએ સારું પ્રદર્શન કર્યું. કોહલીએ 104 રન જ્યારે ધોનીએ 55 રન બનાવ્યા. છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે સાત રનની જરૂર હતી. ઓવરના પહેલા જ  બોલ પર ધોનીએ સિક્સ ફટકારી અને ભારતને જીત અપાવી. ધોની 55 અને કાર્તિક 25 રન બનાવીને અણનમ રહ્યા. સિક્સ સાથે ધોનીએ અડધી સદી પણ પૂરી કરી.

આ પણ વાંચોઃ નિયમિત રીતે ન રમવાથી લય પર વિપરીત અસર પડે છે : ભુવનેશ્વર

ઓસ્ટ્રેલિયા તરફથી શોન માર્સે સૌથી વધુ 131 રન બનાવ્યા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 4 અને મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી. આ પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી. તો ભારતે એક ફેરફાર કરતાં ખલીલ અહેમદની જગ્યાએ મોહમ્મદ સિરાઝને ટીમમાં લીધો છે. સિરાઝની આ પહેલી વનડે છે.

cricket news virat kohli mahendra singh dhoni sports news team india