IND VS NZ:T-20માં શુભમન ગીલને મળી શકે છે તક

05 February, 2019 03:22 PM IST  | 

IND VS NZ:T-20માં શુભમન ગીલને મળી શકે છે તક

મળી શકે T-20માં સ્થાન

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 6 ફેબ્રુઆરીએ પહેલી T-20 રમાવા જઈ રહી છે. ત્યારે બન્ને ટીમો જીતના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. 5 મેચોની વન-ડે સિરીઝમાં 4-1ની લીડથી હરાવીને ભારતીય ટીમ જીતનો સિલસિલો જાળવા પ્રયત્ન કરશે જ્યારે ન્યુઝીલેન્ડ પણ જીત મેળવવા કમર કશશે. ભારતીય ટીમમાં પહેલી વાર શુભમન ગીલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અને પ્લેયીંગ 11માં પણ તેને સ્થાન મળી શકે છે. આ સાથે ભારતીય ટીમ માટે માત્ર 2 T-20 રમેલા ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કોલને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે 3 T-20 રમશે જેમાં પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં રમશે. ત્યારબાદ 8 ફેબ્રુઆરી અને 10 ફેબ્રુઆરીએ બીજી અને ત્રીજી T-20 રમશે. ઉલ્લેખનીય છે કે ભારત ન્યુઝીલેન્ડમાં અત્યાર સુધી એક પણ T-20 જીત્યું નથી. ભારત ન્યુઝીલેન્ડમાં આ પહેલા 2 T-20 મેચ રમ્યું છે જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે.

શુભમન ગીલને મળશે તક

19 વર્ષિય બેટ્સમેન શુભમન ગીલે ન્યુઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું. મહત્વનું છે કે ભારતીય ટીમ શુભમન ગીલને પ્લેયીંગ 11માં સ્થાન આપી શકે છે. શુભમન ગીલ ભારતીય ટીમ માટે એકપણ T-20 મેચ રમ્યો નથી પરંતુ શુભમન ગીલ IPLમાં 13 મેચ રમી ચુક્યો છે જેમાં 203 રન તેના નામે છે. શુભમન ગીલની સ્ટ્રાઈક રેટ 146.00ની છે એટલે કે શુભમન વિરોધી ટીમ પર આક્રમણ કરવા સક્ષમ છે.

 

આ પણ વાંચો: ધોની જો સ્ટમ્પની પાછળ હોય તો ક્રિઝ ન છોડતા: ICC

 

સિદ્ધાર્થ કોલની ટીમમાં વાપસી

ફાસ્ટ બોલર ભારતીય ટીમ માટે 2 T-20 રમી ચુક્યો છે જેમાં 3 વિકેટ તેના નામે રહી છે. આ સિવાય સિદ્ધાર્થ કોલ 38 IPL રમ્યો છે જેમાં 42 વિકેટ તેના નામે રહી છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને મોહમ્મદ શામીને આરામ આપવામાં આવ્યો છે જેના કારણે સિદ્ધાર્થ કોલને જગ્યા મળી શકે છે.

team india rohit sharma new zealand