INDvWI : તિરુવનંતપુરમની પિચ પર પણ આજે જોવા મળશે રનનો વરસાદ

08 December, 2019 01:00 PM IST  |  Thiruvananthapuram

INDvWI : તિરુવનંતપુરમની પિચ પર પણ આજે જોવા મળશે રનનો વરસાદ

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ટી20 મેચ (File Photo)

(આઇ.એ.એન.એસ.) ટીમ ઇન્ડિયા આજે પણ મૅચ જીતી વેસ્ટ ઇન્ડીઝને જબરદસ્ત ટક્કર આપશે એવું લાગી રહ્યું છે. શુક્રવારે હૈદરાબાદમાં રમાયેલી પહેલી ટી20 મૅચમાં ઇન્ડિયાએ જોરદાર ટક્કર આપી હતી. ટી20 ઇન્ટરનૅશનલમાં ઇન્ડિયાએ શુક્રવારની મૅચમાં સૌથી હાઇએસ્ટ 208 રન સફળતાપૂર્વક ચૅઝ કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે.

પહેલી મૅચમાં કોહલીએ 50 બૉલમાં 94 રન નૉટ-આઉટ રહી મૅચ જિતાડવામાં મદદ કરી હતી. કોહલીને કે. એલ. રાહુલના ૬૨ રનનો પણ જબરો સાથ મળ્યો હતો. ઇન્ડિયાનું બૅટિંગ ડિપાર્ટમેન્ટ તો પાવરફુલ છે, પરંતુ આજની મૅચમાં તેઓ બોલિંગ અને ફીલ્ડિંગને વધુ મહત્ત્વ આપશે. ઇન્ડિયાએ પહેલી મૅચમાં ઘણા કૅચ છોડ્યા હતા. આથી તેઓ તિરુવનંતપુરમમાં એવી ભૂલ ફરી નહીં કરે એ ધ્યાનમાં રાખશે. પહેલી મૅચ હાર્યા બાદ વેસ્ટ ઇન્ડીઝ પણ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં વધુ ધ્યાન આપી રહ્યું છે.

ઇન્ડિયાની જેમ વેસ્ટ ઇન્ડીઝમાં પણ તમામ બૅટ્સમેને સારો પર્ફોર્મન્સ આપ્યો હતો, પરંતુ તેમનું પણ લક્ષ્ય બોલિંગમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. બીજી ટી૨૦માં પણ બૅટિંગ-પિચ બનાવવામાં આવી છે એટલે આજે પણ રનનો વરસાદ થાય તો વાંધો નહીં. જોકે આજની પિચ એવી છે કે સાચે જ વરસાદ પડે તો પણ એ બૅટ્સમૅનને સપોર્ટ કરશે.

cricket news team india