સાઉથ આફ્રિકા સામે ભારતનો હાથ ઉપર

02 October, 2012 05:20 AM IST  | 

સાઉથ આફ્રિકા સામે ભારતનો હાથ ઉપર



કોલંબો : આજે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી આકરી કસોટીનો દિવસ છે. સુપર એઇટ્સમાં આજની આ મૅચ (સ્ટાર ક્રિકેટ, સ્ટાર ક્રિકેટ એચડી અને ડીડી નૅશનલ પર સાંજે ૭.૩૦) જીતવી ભારત માટે અત્યંત જરૂરી છે જ, રનરેટ પાકિસ્તાનથી ચડિયાતો રાખવા સારા માર્જિનથી જીતવું પડશે.

સાઉથ આફ્રિકા સામે T20માં ભારતનો રેકૉર્ડ સારો છે. એની સામે ભારત છમાંથી ચાર મૅચ જીત્યું છે અને બે હાર્યું છે. એ રીતે ભારતની વિજયની ટકાવારી ૬૬.૬૬ છે. T20 વર્લ્ડ કપમાં પણ ભારતનો હાથ ઉપર છે. દર બે વર્ષે રમાતી આ ટુર્નામેન્ટમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મૅચ રમાઈ છે જેમાંથી ભારત બે જીત્યું છે.

સાઉથ આફ્રિકનો આજે વિરાટ કોહલી, યુવરાજ સિંહ તેમ જ રવિચન્દ્રન અશ્વિનથી અને હરભજન સિંહને રમવાનો મોકો મળશે તો તેનાથી ખૂબ ચેતશે. ભારતીય ટીમે એ. બી. ડિવિલિયર્સ, રિચર્ડ લીવી, હાશિમ અમલા, જીન-પૉલ ડુમિની, જૅક કૅલિસ, ડેલ સ્ટેન અને મૉર્ની મૉર્કલ તથા ઍલ્બી મૉર્કલથી સંભાળવું પડશે.