23 July, 2025 08:55 AM IST | London | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સમાં રવિવારે પાકિસ્તાન અને ઇન્ડિયા ચૅમ્પિયન્સની મૅચ રદ થઈ હતી. મૅચ રદ થતાં પાકિસ્તાન ચૅમ્પિયન્સ ટીમે વિરોધ વ્યક્ત કર્યો હતો. એવું માનવામાં આવી રહ્યું હતું કે શિખર ધવન અને હરભજન સિંહ જેવા પ્લેયર્સે રમવાની ના પાડી હોવાથી મૅચ રદ કરવી પડી, પણ આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે.
ઇંગ્લૅન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL)ની બીજી સીઝનના આયોજકોએ ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ને મૅચનું આયોજન કરવામાં અસમર્થતા વિશે જાણ કરી અને સ્પષ્ટ કર્યું કે ભારતીય ટીમ મૅચ રદ થવા માટે જવાબદાર નથી. આમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સ ટીમનો કોઈ વાંક નથી.’
નોંધવા જેવી બાબત એ છે કે વરસાદને કારણે ટુર્નામેન્ટની ઘણી મૅચો પર અસર થઈ રહી છે. ઇંગ્લૅન્ડનાં સ્ટેડિયમ પણ T20ની આ મૅચો દરમ્યાન ખાલીખમ જોવા મળ્યાં હતાં.