આજે અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલ: ભારત પાંચમી વાર બનશે ચૅમ્પિયન?

09 February, 2020 09:01 AM IST  |  Potchefstroom

આજે અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલ: ભારત પાંચમી વાર બનશે ચૅમ્પિયન?

આજે અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલ

ભારત અને બંગલા દેશ આજે અન્ડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમવા મેદાનમાં ઊતરવાનાં છે. આ ટુર્નામેન્ટમાં ભારત દરેક મૅચ જીતીને ફાઇનલમાં પહોંચ્યું છે, જેમાં એણે શ્રીલંકા, જપાન, ન્યુ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને પછડાટ આપી હતી. સામા પક્ષે બંગલા દેશે પણ ઝિમ્બાબ્વે, સ્કૉટલૅન્ડ, સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડને પરાસ્ત કરી હતી. એકમાત્ર પાકિસ્તાન
સામેની તેમની મૅચનું કોઈ પરિણામ નહોતું આવ્યું.

પ્રિયમ ગર્ગના નેતૃત્વમાં રમનારી ટીમ ઇન્ડિયાના પ્લેયરો ફૉર્મમાં છે અને દરેક ડિપાર્ટમેન્ટમાં તેમનો પર્ફોર્મન્સ પ્રશંસનીય રહ્યો છે. યશસ્વી જયસ્વાલ પર આ મૅચમાં સૌની નજર રહેશે. બંગલા દેશની ટીમ પહેલી વાર અન્ડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હોવાથી આ વર્લ્ડ કપ જીતવાનો પૂરતો પ્રયાસ કરશે. અકબર અલીની ટીમ ફાઇનલ મૅચ જીતવા સારી રણનીતિ બનાવીને મેદાનમાં ઊતરશે.

મજબૂત દેખાતી આ બન્ને ટીમમાંથી કોણ કોના પર ભારે પડશે એ જોવાનું રહેશે.

u-19 world cup cricket news sports news