કોહલીની ગેરહાજરીમાં યુવા ખેલાડીઓને પોતાની ક્ષમતા બતાવવાની તક છે : ચૅપલ

23 November, 2020 01:35 PM IST  |  Adelaide | IANS

કોહલીની ગેરહાજરીમાં યુવા ખેલાડીઓને પોતાની ક્ષમતા બતાવવાની તક છે : ચૅપલ

વિરાટ કોહલી

ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા ક્રિકેટ સિરીઝ ઉપરાંત વિરાટ કોહલીની પહેલી ટેસ્ટ મૅચ બાદની ગેરહાજરી સૌકોઈ માટે ચર્ચાનો વિષય બની ગઈ છે. એવામાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન ઇયાન ચૅપલનું કહેવું છે કે કોહલીની ગેરહાજરી તેમની ટીમના બૅટિંગ-ઑર્ડર માટે સમસ્યા સર્જી શકે છે.
જાન્યુઆરી મહિનામાં વિરાટ કોહલી પિતા બનવાનો હોવાથી પહેલી ટેસ્ટ મૅચ બાદ ભારત પાછો આવી જશે અને એ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે તેની પૅટરનિટી લીવ પણ મંજૂર કરી દીધી છે.
કોહલીની ગેરહાજરી ભારત માટે મુશ્કેલીભર્યું હોવાનું કહીને ઇયાન ચૅપલે કહ્યું કે ‘પોતાના પહેલા બાળકના જન્મ માટે જ્યારે વિરાટ કોહલી પહેલી ટેસ્ટ મૅચ બાદ ભારત પાછો જશે ત્યારે તેની ગેરહાજરી ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે સમસ્યા સર્જી શકે છે. કોહલીની ગેરહાજરીને લીધે ટીમમાં મોટો અવકાશ સર્જાશે અને સારી વાત એ છે કે એને લીધે કોઈક અન્ય પ્લેયરને પોતાની પ્રતિભા દેખાડવાની તક મળશે. આ સિરીઝ પહેલાંથી જ રોચક હતી, પણ હવે એ વધારે રસપ્રદ બની રહેશે. સામા પક્ષે ઑસ્ટ્રેલિયા માટે ડેવિડ વૉર્નર સાથે ઓપનિંગ પાર્ટનર તરીકે કોણ મેદાનમાં ઊતરશે એ પણ જોવા જેવું રહેશે. કદાચ ટીમ વિલ પુકોવ્સ્કી પર વિચાર કરી
શકે છે.’

cricket news australia virat kohli ian chappell