India vs Australia: ભારત જીતથી 6 વિકેટ દૂર, ઓસ્ટ્રેલિયા 104/4

14 February, 2019 12:43 PM IST  |  Adelaide

India vs Australia: ભારત જીતથી 6 વિકેટ દૂર, ઓસ્ટ્રેલિયા 104/4

વિેકેટ લીધા પછી મોહમ્મદ શામી

એડિલેડમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટનો ચોથો દિવસ ભારતના નામે રહ્યો હતો. ત્રીજા દિવસના 151ના સ્કોરને આગળ વધારતા ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 323 લક્ષ્ય આપ્યો છે. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને 104 રન બનાવ્યા છે. બીજી ઈનિંગમાં ભારત તરફથી અશ્વિને 2 અને બુમરાહ અને શામીએ 1-1 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે પાંચમાં દિવસે 219 રનની જરૂર છે જ્યારે ભારતને માત્ર 6 વિકેટની જરૂર છે. આ પહેલા ભારતની બીજી ઈનિંગ 307 રનમાં સમેટાઈ હતી. બીજી ઈનિંગમાં ભારત તરફથી સૌથી વધુ પુજારાએ 71 અને રહાણે 70 રનની બનાવ્યા હતા. જ્યારે ઓેસ્ટ્રેલિયા તરફથી નાથન લિયને સૌથી વધુ 6 વિકેટ લીધી.

ત્રીજા દિવસની રમતને આગળ વધારતા પૂજારા અને રહાણેએ મજબુત શરૂઆત આપી હતી. આ પાર્ટનરશીપના કારણે ભારત 307 બનાવી શક્યું હતું અને ઓસ્ટ્રેલિયા સામે 323 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા તરફથી 4 વિકેટ ગુમાવીને 104 રન
બનાવ્યા છે. પાંચમો દિવસ બન્ને ટીમો માટે મહત્વનો રહેશે. એક તરફ ભારત 6 વિકેટ ઝડપવા માટે મેદાન પર ઉતરશે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ 323ના લક્ષ્યાંકને ચેઝ કરવા ઉતરશે. ટ્રેવિસ હેડ (11)અને શૉન માર્શ (31) રને ક્રીઝ પર રમી રહ્યા છે.

team india australia border-gavaskar trophy cricket news adelaide