News In Short: બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં ભારતની વિજયી શરૂઆત

08 December, 2022 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેપાલની ટીમ ૯ વિકેટે ૧૦૮ રન બનાવી શકી હતી

બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં ભારતની વિજયી શરૂઆત

ફરીદાબાદમાં મંગળવારે બ્લાઇન્ડ ટી૨૦ વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી, જેમાં ભારતે નેપાલને ૨૭૪ રનથી હરાવ્યું હતું. સુનીલ રમેશ (૧૦૬ રન, ૩૮ બૉલ, ૨૫ ફોર) અને દીપક મલિક (૧૧૩ રન, ૩૪ બૉલ, ત્રણ સિક્સર, બાવીસ ફોર)ની સદીની મદદથી અજયકુમાર રેડ્ડીની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે ૨૦ ઓવરમાં માત્ર બે વિકેટે ૩૮૨ રન બનાવ્યા હતા. નેપાલની ટીમ ૯ વિકેટે ૧૦૮ રન બનાવી શકી હતી. બીજી મૅચમાં બંગલાદેશે સાઉથ આફ્રિકાને ૯૯ રનથી અને શ્રીલંકાએ ઑસ્ટ્રેલિયાને ૪ રનથી હરાવ્યું હતું.

ટી૨૦ ઇન્ટરનૅશનલ્સ ઘટાડો, ટી૨૦ લીગને વધુ સમય આપો: ફ્લેમિંગ

મેલબર્ન સહિતના ઑસ્ટ્રેલિયન ક્રિકેટ સ્ટેડિયમોમાં થોડા સમયથી પ્રેક્ષકોની સંખ્યા ઘટી રહી હોવાથી ચિંતિત દેશના ક્રિકેટ સત્તાધીશો માટે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેમિયન ફ્લેમિંગે એક ઉપાય બતાવ્યો છે. તેણે વધુ લોકોને સ્ટેડિયમ તરફ આવતા કરવા માટે કહ્યું છે કે ‘ત્રણેય ફૉર્મેટની ક્રિકેટની મૅચોને સરખો સમય મળવો જોઈએ. મારું માનવું છે કે ટી૨૦ ઇન્ટરનૅશનલ્સ ઘટાડી નાખવી જોઈએ અને ડોમેસ્ટિક ટી૨૦ લીગને વધુ સમય ફાળવવો જોઈએ.’

મંગળવારે અનલકી સ્પેન પેનલ્ટી શૂટઆઉટમાં હારી જતાં પાટનગર મૅડ્રિડમાં ફુટબૉલપ્રેમીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તસવીર: એ.એફ.પી.

બીજી તરફ, મૉરોક્કોની જનતાએ ૩-૦ના વિજયને રસ્તા પર ઊતરી આવીને ઊજવ્યો હતો. તસવીર: એ.એફ.પી.

sports news cricket news