midday

જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ માન્ધના બન્યાં પ્લેયર ઑફ ધ મન્થ

10 July, 2024 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૂન ૨૦૨૪માં ધુરંધર સાબિત થયા ભારતીય ખેલાડીઓ
જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ માન્ધના

જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ માન્ધના

T20 વર્લ્ડ કપમાં ભારતના વિજયી અભિયાનના હીરો જસપ્રીત બુમરાહને ગઈ કાલે  ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જૂન મહિના માટે બેસ્ટ મેન્સ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટની ખુશી ત્યારે બેવડી થઈ જ્યારે ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાને પણ પોતાની કૅટેગરીની બેસ્ટ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી. બુમરાહે ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને અફઘાનિસ્તાનના રહમાનુલ્લા ગુરબાઝને હરાવીને, જ્યારે માન્ધનાએ ઇંગ્લૅન્ડની મૈયા એમિલી બાઉચર અને શ્રીલંકાની વિસ્મી ગુણારત્નેને હરાવીને આ અવૉર્ડ જીત્યો હતો. બુમરાહે જૂન મહિનામાં T20 વર્લ્ડ કપમાં ૧૫ વિકેટ લીધી હતી, જ્યારે સ્મૃતિ માન્ધનાએ સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં બે વન-ડે અને એક ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી. 

Whatsapp-channel
jasprit bumrah smriti mandhana international cricket council cricket news sports sports news