ભારતનાં શુભમન ગિલ અને શ્રી ચરણી જૂન મહિનાના ICC અવૉર્ડ માટે નૉમિનેટ થયાં

14 July, 2026 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુરુષ ક્રિકેટર્સમાંથી બંગલાદેશનો ઑલરાઉન્ડર મોસાદ્દેક હુસૈન, ન્યુ ઝીલૅન્ડનો ઑલરાઉન્ડર નૅથન સ્મિથ અને ભારતનો સ્ટાર બૅટર શુભમન ગિલ સામેલ છે

શુભમન ગિલ, શ્રી ચરણી

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) ગઈ કાલે જૂન મહિના માટે પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ માટેનાં નોમિનેશનની જાહેરાત કરી હતી. પુરુષ ક્રિકેટર્સમાંથી બંગલાદેશનો ઑલરાઉન્ડર મોસાદ્દેક હુસૈન, ન્યુ ઝીલૅન્ડનો ઑલરાઉન્ડર નૅથન સ્મિથ અને ભારતનો સ્ટાર બૅટર શુભમન ગિલ સામેલ છે.

મહિલા ક્રિકેટર્સમાંથી ભારતની સ્પિનર શ્રી ચરણી, ઇંગ્લૅન્ડની ઓપનર ડૅની વાયટ-હૉજ, સ્કૉટલૅન્ડની કૅપ્ટન અને ઑલરાઉન્ડર કૅથરિન બ્રાયસ સામેલ છે. શ્રી ચરણીએ ગયા મહિને T20 વર્લ્ડ કપની ૬ મૅચમાં ૬.૬૯ના ઇકૉનૉમી-રેટ સાથે સૌથી વધુ ૧૪ વિકેટ લીધી હતી. શુભમન ગિલે અફઘાનિસ્તાન સામે ટેસ્ટ-મૅચમાં ૧૨૬ રન અને વન-ડે સિરીઝમાં ૨૩૮ રન કર્યા હતા. 

international cricket council shubman gill shree charani cricket news sports sports news