09 July, 2026 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન
T20 વર્લ્ડ કપ 2026ના હીરો સંજુ સૅમસનને પ્લેઇંગ ઇલેવન અને આગામી ઝિમ્બાબ્વે ટૂર પરથી બાકાત રાખવાના મામલે હેડ કોચ ગૌતમ ગંભીરે મોટું નિવેદન આપ્યું છે. ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં સંજુ સૅમસને ડ્રોપ કરીને વૈભવ સૂર્યવંશીને રમાડવામાં આવી રહ્યો છે.
ગૌતમ ગંભીર કહે છે, ‘મેં સંજુ સૅમસનને જરૂરી સ્પષ્ટતા પૂરી પાડી છે. આ વાતચીત ફક્ત ખેલાડી અને મુખ્ય કોચ વચ્ચે છે. એ લીક કરવામાં આવશે નહીં. સંજુ વિશે અમે ખૂબ સ્પષ્ટ છીએ કે તેણે ભારત માટે જે કર્યું છે એ શાનદાર રહ્યું છે. તેને અવગણવામાં આવ્યો નથી. તમારે ટીમ-સિલેક્શન માટે ખેલાડીના ફૉર્મને જોવું પડશે. એવો કોઈ નિયમ નથી જે સંજુ સૅમસનને ટીમમાં વાપસી કરતાં રોકી શકે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ રિઝલ્ટની રમત છે. તેથી અમે જે પણ સંયોજન શ્રેષ્ઠ લાગે છે એની સાથે રમીએ છીએ. મેં હંમેશાં માન્યું છે કે દરેક વ્યક્તિએ પોતાનું સ્થાન અને ભારત માટે રમવાનો અધિકાર કમાવવાં પડશે.’