શ્રીલંકા સામે સિરીઝ ૪-૧થી જીતીને ભારત નંબર ટૂ થયું

05 August, 2012 04:40 AM IST  | 

શ્રીલંકા સામે સિરીઝ ૪-૧થી જીતીને ભારત નંબર ટૂ થયું

પલ્લેકેલ :

ભારતે ગૌતમ ગંભીરના ૮૮, મહેન્દ્ર સિંહ ધોનીના ૫૮ તેમ જ ઇરફાન પઠાણના અણનમ ૨૯ રનની મદદથી ૭ વિકેટે ૨૯૪ રન બનાવ્યા હતા. લસિથ મલિન્ગાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. શ્રીલંકા ૪૫.૪ ઓવરમાં ૨૭૪ રનના ટોટલ પર ઑલઆઉટ થઈ ગયું હતું. ૨૫૨ રનના સ્કોર પર છ વિકેટ હતી, પરંતુ મૅન ઑફ ધ મૅચ ઇરફાન પઠાણે ૩ અને અશોક ડિન્ડાએ એક વિકેટ લઈને શ્રીલંકનોને જીતથી વંચિત રાખ્યા હતા. પઠાણે કુલ ૬૧ રનમાં પાંચ વિકેટ લીધી હતી. ડિન્ડાને કુલ બે અને ઝહીરને એક વિકેટ મળી હતી. લાહિરુ થિરિમાનેએ ૭૭ અને જીવન મેન્ડિસે ૭૨ રન બનાવ્યા હતા. સિરીઝમાં બે સદી સાથે સૌથી વધુ ૨૯૬ રન બનાવનાર વિરાટ કોહલીને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ મળ્યો હતો.