ભારત વિરુદ્ધ પાકિસ્તાન

23 September, 2012 05:29 AM IST  | 

ભારત વિરુદ્ધ પાકિસ્તાન



કોલંબો : શ્રીલંકામાં મંગળવારથી મહિલાઓનો T20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. મિતાલી રાજના નેતૃત્વવાળી ભારતીય મહિલા ટીમના ગ્રુપ-એમાં કટ્ટર હરીફ પાકિસ્તાન, ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડનો સમાવેશ છે. જ્યારે ગ્રુપ-બીમાં ન્યુ ઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકાનો સમાવેશ છે. ભારતીય ટીમની પહેલી મૅચ ગુરુવારે ઑસ્ટ્રેલિયા સામે, બીજી મૅચ શનિવારે ઇંગ્લૅન્ડ

સામે અને સોમવારે પહેલી ઑક્ટોબરે પાકિસ્તાન સામે મહામુકાબલો જામશે.

ટુર્નામેન્ટ પહેલાં વૉર્મ-અપ મૅચમાં ભારતીય ટીમ આજે ન્યુ ઝીલૅન્ડ સામે રમશે તથા વેસ્ટ ઇન્ડીઝ ટીમનો મુકાબલો ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે થશે. ગઈ કાલે રમાયેલી બે પ્રેક્ટિસ-મૅચની પહેલી મૅચમાં પાકિસ્તાને યજમાન શ્રીલંકાની ટીમને ૪ વિકેટે હાર આપી હતી અને બીજી મૅચમાં ઇંગ્લૅન્ડની મહિલા ટીમે સાઉથ આફ્રિકાને ૧૨૧ રનથી કચડી નાખ્યું હતું.

મહિલાઓના T20 વર્લ્ડ કપમાં ૨૦૦૯માં ઇંગ્લૅન્ડ અને છેલ્લે ૨૦૧૦માં ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમ ચૅમ્પિયન બની હતી.