ભારત ક્યારેય કિવીઓ સામે T20 નથી જીત્યું

07 September, 2012 05:49 AM IST  | 

ભારત ક્યારેય કિવીઓ સામે T20 નથી જીત્યું

વિશાખાપટ્ટનમ: ભારતે ટેસ્ટસિરીઝમાં ન્યુ ઝીલૅન્ડનો ૨-૦થી વાઇટવૉશ કર્યો, પરંતુ T20માં એની સામે ટીમ ઇન્ડિયાએ આકરી કસોટીમાંથી પાર ઊતરવું પડશે. બન્ને દેશો વચ્ચે અત્યાર સુધીમાં માત્ર ત્રણ T20 ઇન્ટરનૅશનલ રમાઈ છે અને ત્રણેય કિવીઓએ જીતી છે. આ ત્રણમાંથી છેલ્લી મૅચ ફેબ્રુઆરી ૨૦૦૯માં વેલિંગ્ટનમાં રમાઈ હતી જેમાં ભારતની પાંચ વિકેટે હાર થઈ હતી.

આવતી કાલે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની સિરીઝની પ્રથમ T20 મૅચ (સ્ટાર ક્રિકેટ પર રાત્રે ૮.૦૦) રમાશે. ગયા વર્ષના વન-ડેના વર્લ્ડ કપનો સુપરસ્ટાર યુવરાજ સિંહ કૅન્સર સામેની લડતમાં સફળ થયા પછી આવતી કાલે પહેલી વાર રમવા ઊતરી રહ્યો છે.

ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચેના T20 ઇતિહાસમાં બ્રેન્ડન મૅક્લમ ૧૭૦ રન સાથે મોખરે છે. બીજા નંબરે વીરેન્દર સેહવાગ છે જેણે આ દેશ સામે ત્રણ મૅચમાં ૯૦ રન બનાવ્યા છે.

રનનો ખડકલો થઈ શકે

વિશાખાપટ્ટનમની વિકેટ બૅટ્સમેનોને વધુ માફક આવે એવી હોવાથી આવતી કાલે રનનો ખડકલો થતો જોવા મળશે.

બીજી મૅચ મંગળવારે

બીજી T20 મંગળવારે ચેન્નઈમાં રમાશે. આ સિરીઝ પછી બન્ને દેશો શ્રીલંકા જશે જ્યાં ૧૮ સપ્ટેમ્બરે T20 વર્લ્ડ કપ શરૂ થશે.