વિશાખાપટ્ટનમમાં ભારત ક્યારેય વન-ડે નથી હાર્યું

01 December, 2011 08:24 AM IST  | 

વિશાખાપટ્ટનમમાં ભારત ક્યારેય વન-ડે નથી હાર્યું



વિશાખાપટ્ટનમ : અહીંનું ડૉ. યાય. એસ. રાજાશેખરા રેડ્ડીનું ગ્રાઉન્ડ ભારત માટે બહુ લકી છે. આ મેદાન પર ૨૦૦૫થી અત્યાર સુધીમાં ત્રણ વન-ડે રમાઈ છે અને આ ત્રણેય મૅચ ભારતની છે જેમાં ભારતની જ જીત થઈ છે. આવતી કાલે આ સ્થળે વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો સિરીઝની બીજી મૅચ (નીઓ ક્રિકેટ પર બપોરે ૨.૩૦)માં મુકાબલો છે. ભારત પાંચ મૅચવાળી આ સિરીઝમાં ૧-૦થી આગળ છે.

વિરાટ કોહલી કટકની મંગળવારની મૅચમાં માત્ર ૩ રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ વિશાખાપટ્ટનમમાં તે મોટી ઇનિંગ્સ રમે એ માટે તેનો ઉત્સાહ વધારતું એક મોટું કારણ એ છે કે ગયા વર્ષે ઑસ્ટ્રેલિયા સામે આ ગ્રાઉન્ડ પરની મૅચમાં તેણે ૧૨૧ બૉલમાં ૧૧૮ રન કરીને ભારતને વિજય અપાવ્યો હતો.