૩૦૦થી ઓછો ટાર્ગેટ મળશે તો જીત પાકી જ સમજો : સેહવાગ

29 December, 2011 05:46 AM IST  | 

૩૦૦થી ઓછો ટાર્ગેટ મળશે તો જીત પાકી જ સમજો : સેહવાગ

 

મેલબર્ન: જોકે વીરેન્દર સેહવાગનું ગઈ કાલની રમત પછી એવું માનવું હતું કે ‘જો ઑસ્ટ્રેલિયનો ૩૦૦ રનની અંદરનો ટાર્ગેટ આપશે તો ભારત માટે એ મેળવી લેવો અઘરું નહીં કહેવાય. મૅચ પર બન્ને ટીમની સરખી પકડ કહી શકાય, પરંતુ જો ૩૦૦ સુધીનો લક્ષ્યાંક મળશે તો ભારતની જીત પાકી જ સમજો.’ હસી પાછો ફૉર્મમાં આવી ગયો

પ્રથમ દાવમાં ખાતું પણ ન ખોલાવી શકનાર માઇક હસી ગઈ કાલે ૭૯ રને રમી રહ્યો હતો. આ સાથે તે ખરાબ ફૉર્મમાંથી બહાર આવી ગયો હતો. તેની સાથે જેમ્સ પૅટિન્સન ૩ રને નૉટઆઉટ હતો.

ટ્રાયેન્ગ્યુલરમાં ડીઆરએસ નહીં

ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં કાંગારૂઓ અને શ્રીલંકનો સામે રમાનારી ટ્રાયેન્ગ્યુલરમાં પણ ડીઆરએસ (ડિસિઝન રિવ્યુ સિસ્ટમ)નો ઉપયોગ ન કરવાનો ભારતે નિર્ણય લીધો છે