ફર્સ્ટ ટેસ્ટમૅચમાં વરસાદ છતાં ભારતનો પરાજય

26 December, 2011 05:30 AM IST  | 

ફર્સ્ટ ટેસ્ટમૅચમાં વરસાદ છતાં ભારતનો પરાજય



મેલબર્ન: ટીમ ઇન્ડિયાનો છેલ્લી ચાર વિદેશી ટૂરમાં બહુ ખરાબ રેકૉર્ડ છે. છેલ્લા ચારમાંથી ત્રણ વિદેશીપ્રવાસમાં ભારત પ્રથમ ટેસ્ટમૅચ હાર્યું છે. એ ત્રણેય પ્રવાસોવાળી પ્રથમ મૅચમાં મેઘરાજાએ વિઘ્નો ઊભા કર્યા હોવા છતાં ભારત હાર્યું છે. ચોથી ટૂર વેસ્ટ ઇન્ડીઝમાં હતી જેની પ્રથમ ટેસ્ટમાં ભારત જીત્યું હતું.

આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્નમાં પ્રથમ ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૫.૦૦) શરૂ થઈ એ પહેલાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ક્રિકેટવતુર્ળોમાં ભારતના આ ખરાબ રેકૉર્ડની ખૂબ ચર્ચા હતી.મેલબર્નમાં દરરોજ વરસાદ પડે છે અને આજે કે મૅચના બાકીના દિવસો દરમ્યાન મેઘરાજા વિઘ્નો ઊભા કરે તો નવાઈ નહીં. જોકે મેલબર્નમાં પિચ અને આઉટફીલ્ડને ડ્રાય કરવા માટે માટેની અત્યાધુનિક સિસ્ટમ હોવાથી રમતનો ખાસ કંઈ હિસ્સો નહીં બગડે એવી સંભાવના છે.

મેલબર્નનો રેકૉર્ડ બહુ સારો છે. આ મેદાન પર છેલ્લા ૧૬ વર્ષમાં જે ૧૬ ટેસ્ટમૅચ બૉક્સિંગ ડેથી એટલે ૨૬ ડિસેમ્બરે શરૂ થઈ છે અને એમાંથી માત્ર એક ટેસ્ટ ડ્રૉ થઈ છે. બાકીની ૧૫ ટેસ્ટના રિઝલ્ટ આવ્યા છે જેમાંથી ઑસ્ટ્રેલિયાએ ૧૧ ટેસ્ટમાં અને હરીફ ટીમે ૪ ટેસ્ટમાં જીત મેળવી છે.