ટેસ્ટ-રૅન્કિંગ્સમાં ત્રીજા નંબરે પહોંચી શકે છે પાકિસ્તાન : ભારતને છઠ્ઠા ક્રમે ધકેલ્યું

28 October, 2014 05:46 AM IST  | 

ટેસ્ટ-રૅન્કિંગ્સમાં ત્રીજા નંબરે પહોંચી શકે છે પાકિસ્તાન : ભારતને છઠ્ઠા ક્રમે ધકેલ્યું



પાકિસ્તાનની આ જીતને કારણે ટીમ ઇન્ડિયા ત્ઘ્ઘ્ ટેસ્ટ-રૅન્કિંગ્સમાં પાંચમા સ્થાનેથી ગબડીને છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. ત્ઘ્ઘ્ના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની ટીમે પોતાનું પાંચમું સ્થાન પાકું કરી લીધું છે. બીજી ટેસ્ટનું પરિણામ કંઈ પણ આવે તોય ટીમ ઇન્ડિયા રૅન્કિંગ્સમાં એક નંબર નીચે આવશે. આ હારને કારણે ઑસ્ટ્રેલિયાની પણ નંબર વન ટેસ્ટ-ટીમ બનવાની આશા પર પાણી ફરી વળ્યું છે. દુબઈની ટેસ્ટમાં જીતને કારણે પાકિસ્તાનને ત્રણ પૉઇન્ટનો લાભ થયો છે. જો અબુ ધાબીમાં થનારી મૅચ એ જીતી જાય તો ત્રીજા ક્રમ પર પહોંચી જશે.