આવતા વર્ષે ટોક્યો ઑલિમ્પિકમાં ભારત મેડલ જીતી શકે છે : સવિતા

19 July, 2020 01:58 PM IST  |  Mumbai Desk | Agencies

આવતા વર્ષે ટોક્યો ઑલિમ્પિકમાં ભારત મેડલ જીતી શકે છે : સવિતા

સવિતા

ભારતીય મહિલા હૉકી ટીમની ગોલકીપર સવિતાનું કહેવું છે કે તેની ટીમ દરેક બેઝમાં મજબૂત બની ગઈ છે અને આવતા વર્ષે યોજાનારી ટોક્યો ઑલિમ્પિકમાં ભારત મેડલ જીતી શકે છે. સવિતાએ કહ્યું કે ‘ટોક્યો ઑલિમ્પિકમાં ઇતિહાસ રચવાનો અમારી પાસે એક સુંદર મોકો છે. અમારી પાસે યુવા ટૅલન્ટ પણ છે અને સાથે-સાથે અનુભવી પ્લેયર પણ છે જેને કારણે અમારો પાયો મજબૂત બન્યો છે. છેલ્લા કેટલાક સમયમાં અમે હૉકીની ટૉપ ટીમો સામે સારું પ્રદર્શન કરી શક્યા છીએ. જો અમે અમારી પૂરતી ક્ષમતાથી રમીશું તો આવતા વર્ષે ચોક્કસ ઑલિમ્પિકમાં મેડલ જીતી શકીશું.’
૧૯૮૦માં યોજાયેલી મોસ્કો ગેમ્સમાં ભારત ચોથા સ્થાને રહ્યું હતું, જ્યારે ૨૦૧૬માં થયેલી રિયો ગેમ્સમાં એ બારમા સ્થાને રહ્યું હતું.

sports news sports tokyo olympics 2020