ઇંગ્લિશમેનોની હાલત કપડાં ઉતારીને નગ્ન હાલતમાં મેદાન પર ફરવાની સજા જેવી : ધ ગાર્ડિયન

28 October, 2011 01:31 AM IST  | 

ઇંગ્લિશમેનોની હાલત કપડાં ઉતારીને નગ્ન હાલતમાં મેદાન પર ફરવાની સજા જેવી : ધ ગાર્ડિયન

 

વિવિધ વેબસાઇટો પર ક્રિકેટપ્રેમીઓનો મોટા ભાગે આવો પ્રત્યાઘાત જોવા મળ્યો છે : ઇંગ્લૅન્ડના મિડિયાએ ઇન્ડિયનોને ડૉગ સાથે સરખાવીને ભારતના દાઝ્યા પર ડામ દીધો હતો. નાસિર હુસેને ભારતીયોની ખરાબ ફીલ્ડિંગ જોઈને તેમને ગધેડા તરીકે ઓળખાવ્યા હતા, પરંતુ હવે કેમ ઇંગ્લિશમેનોની બોલતી બંધ થઈ ગઈ? હવે ડૉગ અને ડૉન્કી કોણ છે, બોલો?

 

ઇંગ્લિશમેનોની હાલત કપડાં ઉતારીને નગ્ન હાલતમાં મેદાન પર ફરવાની સજા જેવી : ધ ગાર્ડિયન

 

ડેઇલી મેઇલ : કૅપ્ટન ઍલસ્ટર કુક અને તેના સાથીપ્લેયરોએ ભારતમાં ભારત સામેના ૦-૫ના વાઇટવૉશથી પોતાની જ ઘોર ખોદી છે. તેઓ ઇન્ડિયનો સામે એકદમ ઝૂકી ગયા. ઇંગ્લિશ પ્લેયરો એશિયાની ધરતી પર એવું ખરાબ રમ્યા છે કે તેમના માટે હવે મોઢું છુપાવવાનું મુશ્કેલ બની ગયું છે. કુક ઍન્ડ કંપનીનો બ્રાઉન-વૉશ થયો એવું બધે સંભળાય છે.

 

(જ્યારે યુરોપની ટીમનું અશ્વેત લોકો કે એશિયન લોકોના હાથે નામોશી થાય ત્યારે યુરોપના પ્લેયરોનો બ્રાઉન-વૉશ થયો કહેવાય. ૨૦૦૮માં ભારતના પ્રવાસમાં ઇંગ્લૅન્ડની ટીમ વન-ડે સિરીઝ ૦-૫થી હારી ગઈ હતી. સિરીઝ ૭ મૅચની હતી, પરંતુ મુંબઈ ટૅરર-અટૅકને લીધે છેલ્લી બે વન-ડે નહોતી રમાઈ. ઇંગ્લિશમેનો સિરીઝ ૦-૭થી હારી જશે એવું અનુમાન ભૂતપૂર્વ કૅપ્ટન અજિત વાડેકરે સિરીઝ પહેલાં કર્યું હતું. તેમણે ઇંગ્લિશ ટીમનો બ્રાઉન-વૉશ થશે એવું ખાસ કહ્યું હતું. તેમની ધારણા મોટા ભાગે સાચી જ પડી કહેવાય.)

 

ડેઇલી ટેલિગ્રાફ : મંગળવારની પાંચમી વન-ડેમાં તો ઇંગ્લૅન્ડની ટીમે હાથ સાવ હેઠા મૂકી દીધા હતા. ૨૭૨ રનના ટાર્ગેટ સામે ૧૨૯ રનમાં એકેય વિકેટ નહોતી પડી, પરંતુ પછીના ૪૭ રનમાં દસેદસ વિકેટ પડી ગઈ હતી. ઇંગ્લૅન્ડના વન-ડેના ઇતિહાસમાં આટલો ખરાબ ધબડકો ક્યારેય નહોતો થયો. નાક બચાવવાનું હોય ત્યારે ૯૫ રનના માર્જિનથી હારી જાઓ તો પછી કહેવું જ શું. ભારતમાં ખરાબ રીતે હારવાની ઇંગ્લૅન્ડની ટીમને આદત પડી ગઈ છે. ૨૦૦૮માં પણ ઇંગ્લિશ ટીમ ૦-૫થી હારીને પાછી આવી હતી. ૫૦ ઓવર પૂરી ન થઈ શકે એ લાપરવાહી કહેવાય, પરંતુ ચાર-ચાર વખત આવું થાય એ તો હદ જ કહેવાય.

 

ધ ગાર્ડિયન : ભારતીય પ્લેયરોનો આપણે વાઇટવૉશ કર્યો હતો અને તેમણે ક્લીન-સ્વીપથી એનો જવાબ આપી દીધો. વિશ્વમાં કલકત્તાનું ઇડન ગાર્ડન્સ એકમાત્ર એવું સ્ટેડિયમ છે જ્યાં થતો પરાજય સૌથી મોટી નામોશી કહેવાય છે. ઇંગ્લિશમેનોએ મંગળવારે એ નાલેશીથી બચવાનું હતું, પરંતુ એવું ન કરી શક્યા અને હજારો પ્રેક્ષકો તથા કરોડો ભારતીયોએ પાંચમી જીત સાથે દિવાળી ઉજવી. ઇંગ્લૅન્ડના પ્લેયરોએ એક પછી એક વિકેટ ગુમાવતા રહીને જે ખરાબ હાલત જોઈ એ ઘટના તેમને કપડાં ઉતારીને નગ્ન હાલતમાં મેદાન પર ફરવાનું કહેવાની સજા ફટકારવા જેવી જ શરમજનક કહી શકાય.