ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ સામે કોરોના-સંકટ

18 November, 2020 01:28 PM IST  |  Sydney | PTI

ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ સામે કોરોના-સંકટ

ઑસ્ટ્રેલિયન બોર્ડનો દાવો છે કે શેડ્યુલ પ્રમાણે યોજાશે સિરીઝ

પ્રથમ ટેસ્ટના વેન્યુ ઍડીલેડમાં કોરોનાનો કેર વધ્યો, વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયાએ બૉર્ડર સીલ કરી દેતાં અનેક ખેલાડીઓને ઍરલિફ્ટ કરીને ન્યુ સાઉથ વેલ્થ ખસેડાયા અને સેલ્ફ આઇસોલેટ કરાયા, ઑસ્ટ્રેલિયન બોર્ડનો દાવો છે કે શેડ્યુલ પ્રમાણે યોજાશે સિરીઝ.

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝને આડે હવે થોડાક જ દિવસ રહ્યા છે ત્યારે ચાહકો માટે એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. કોરોના-પ્રકોપને કારણે આ સિરીઝ ખાસ કરીને ટેસ્ટ સિરીઝ સામે ખતરો ઊભો થયો છે. ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મૅચની સિરીઝની પ્રથમ ટેસ્ટ અને બન્ને દેશો વચ્ચેની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ ૧૭ ડિસેમ્બરથી ઍડીલેડમાં રમાવાની છે ત્યારે ઍડીલેડમાં ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
માહિતી પ્રમાણે વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયાનાં રાજ્યો ક્વીન્સલૅન્ડ અને ટાસ્માનિયાઅે સોમવારે એની સાઉથ ઑસ્ટ્રેલિયા સાથેની બૉર્ડર સીલ કરી દેતાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે કાંગારૂ કૅપ્ટન ટિમ પેઇન, માર્ક્સ લબુશેન, મૅથ્યુ વેડ અને કૅમરૂન ગ્રીન સહિત અનેક ખેલાડીઓને ઍરલિફ્ટ કરી ન્યુ સાઉથ વેલ્થ શિફ્ટ કર્યા છે અને તેઓ સેલ્ફ આઇસોલેટ થઈ ગયા છે. ભારતન સામેની આગામી ટેસ્ટ સિરિઝ, ટેસ્ટ સિરીઝ પહેલાં વૉર્મઅપ મૅચ અને ડિસેમ્બરના પહેલા અઠવાડિયાની બિગબૅશની મૅચો નિર્ધારિત શેડ્યુલ પ્રમાણે જ યોજાય એ માટે બોર્ડે ચાર્ટર પ્લેન દ્વારા ઑસ્ટ્રેલિયન ટીમના સભ્યો, ઑસ્ટ્રેલિયન-એ ટીમ અને બિગ બૅશની ટીમને ઍલિફ્ટ કર્યા હતા.
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ જણાવ્યું કે ‘અમારી બાયો સિક્યોરિટી અને ઑપરેશનલ ટીમ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને પ્લેયર્સ, સ્ટાફ અને કોચ સાથે યોજના મુજબ આગળ વધવા માટેના દરેક સફળ પ્રયાસ કરી રહી છે. બૉર્ડરને લગતા બદલાવને લીધે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ રહી છે અને આ બદલાવમાં અમને સાથ-સહકાર આપવા માટે અમે પ્લેયર્સ, કોચ અને સ્ટાફના આભારી છીએ. અમે દરેક પરિસ્થિતિની અપડેટ આપતા રહીશું અને આશા રાખીએ છીએ કે ત્રણેય ફૉર્મેટ વગરવિઘ્ને સફળ રીતે યોજી શકાય.’

cricket news test cricket australia virat kohli