17 September, 2026 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલ
વન-ડે ટીમમાં નમન ધીર અને આકિબ નબીનો પહેલવહેલી વાર સમાવેશ થયો, રવીન્દ્ર જાડેજાનું વન-ડેમાં કમબૅક, કુલદીપ યાદવનું T20માં કમબૅક
વેસ્ટ ઇન્ડીઝ સામે ઘરઆંગણે રમાનારી વન-ડે અને T20 સિરીઝ માટે ભારતીય ટીમોની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી. ત્રણ મૅચની વન-ડે સિરીઝ ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે પાંચ મૅચની T20 સિરીઝ ૬ ઑક્ટોબરથી શરૂ થશે.
ભારતની વન-ડે ટીમમાં રોહિત શર્મા હશે કે નહીં એવા ઘણા સમયથી ચર્ચાતા પ્રશ્નનો જવાબ ટીમની જાહેરાત સાથે મળી ગયો છે. રોહિતે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
રવીન્દ્ર જાડેજા વન-ડે ટીમમાં પાછો ફર્યો છે, પણ હાર્દિક પંડ્યા અને રિષભ પંત બન્નેમાંથી એકેય ટીમમાં નથી.
પંજાબના ઑલરાઉન્ડર નમન ધીર અને જમ્મુ-કાશ્મીરના પેસ બોલર આકિબ નબીને પહેલી વાર વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે.
નીતીશ કુમાર રેડ્ડીને વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે અને તે એશિયન ગેમ્સની ટીમમાંથી આઉટ થઈ ગયો છે. કુલદીપ યાદવ T20 ટીમમાં પાછો ફર્યો છે. એશિયન ગેમ્સ માટે વરુણ ચક્રવર્તીના સ્થાને વિપ્રજ નિગમને પસંદ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વાઇટ બૉલની બન્ને સિરીઝમાં જસપ્રીત બુમરાહ નહીં હોય.
વન-ડે ટીમ : શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કે. એલ. રાહુલ (વાઇસ-કૅપ્ટન), ધ્રુવ જુરેલ, નીતીશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ગુરનૂર બરાડ, મોહમ્મદ સિરાજ, આકિબ નબી, યશસ્વી જાયસવાલ, નમન ધીર.
T20 ટીમ : શ્રેયસ અૈયર (કૅપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, સંજુ સૅમસન, તિલક વર્મા (વાઇસ-કૅપ્ટન), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, નીતીશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ.