20 January, 2026 03:20 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ ગઈ કાલે વિમેન્સ રાઇઝિંગ સ્ટાર એશિયા કપ 2026ના શેડ્યુલની જાહેરાત કરી હતી. ૨૦૨૩માં વિમેન્સ ઇમર્જિંગ એશિયા કપ નામથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ એકમાત્ર ચૅમ્પિયન ટીમ છે. બીજી સીઝન વિમેન્સ રાઇઝિંગ સ્ટાર એશિયા કપ તરીકે ઓળખાશે.
થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં રમાનારી આ ટુર્નામેન્ટના ગ્રુપ Aમાં ભારત A ટીમ, પાકિસ્તાન A ટીમ, નેપાલ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) અને ગ્રુપ Bમાં બંગલાદેશ A ટીમ, શ્રીલંકા A ટીમ, થાઇલૅન્ડ અને મલેશિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
૧૩થી ૧૮ ફેબ્રુઆરી દરમ્યાન ગ્રુપ-સ્ટેજની મૅચ રમાશે. ૨૦ ફેબ્રુઆરીએ બે સેમી ફાઇનલ મૅચ અને ૨૨ ફેબ્રુઆરીએ ફાઇનલ મૅચ રમાશે. ભારતની ટીમ ૧૩ ફેબ્રુઆરીએ UAE, ૧૫ ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ૧૭ ફેબ્રુઆરીએ નેપાલની સામે ટકરાશે.