શ્રીલંકામાં બીજી ટેસ્ટ-મૅચમાં ૧૦ વિકેટની જીત સાથે ટેસ્ટ-સિરીઝ ઇન્ડિયા A ટીમના નામે થઈ

06 July, 2026 12:14 PM IST  |  Galle | Gujarati Mid-day Correspondent

શ્રીલંકાએ બીજી ઇનિંગ્સમાં ૨૦૯ રને ઢેર થઈને માત્ર ૩૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો

બીજી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર ગુરનૂર બરાડે ૬ વિકેટ લીધી હતી

પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહ્યા બાદ બીજી મૅચમાં ૧૦ વિકેટથી જીત મેળવી ઇન્ડિયા A ટીમે ૧-૦થી સિરીઝ પોતાને નામે કરી હતી. શ્રીલંકાના ૩૬૬ રન સામે ભારતે ૫૪૩/૯ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. શ્રીલંકાએ બીજી ઇનિંગ્સમાં ૨૦૯ રને ઢેર થઈને માત્ર ૩૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિકેટ ગુમાવ્યા વગર ભારતે ૬.૨ ઓવરમાં ૩૬ રન કરીને વિજય મેળવ્યો હતો. 
ચોથા દિવસે ભારતે ૧૪૩ ઓવરમાં ૫૪૧/૮ના સ્કોર સાથે પહેલી ઇનિંગ્સની રમત આગળ વધારી હતી. માત્ર ત્રણ બૉલમાં બે રન ઉમેરી યશ ઠાકુરની વિકેટ સાથે બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. સારાંશ જૈન ૧૪૦ બૉલમાં ૭૦ રન કરીને અણનમ રહ્યો હતો.

બીજી ઇનિંગ્સમાં યજમાન ટીમે ૨૬.૬ ઓવરમાં ૧૧૯ રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી હતી. આશેન બંદારા ૮૬ બૉલમાં ૧૧ ફોર અને બે સિક્સના આધારે ૮૭ રનનો મોટો સ્કોર કરી શક્યો હતો. બીજી ઇનિંગ્સમાં ભારત તરફથી ગુરનૂર બરાડે ૧૨.૩ ઓવરમાં ૬૮ રન આપીને ૬ વિકેટ લીધી હતી. સારાંજ જૈનને બે વિકેટ, જ્યારે આકિબ નબી, યશ ઠાકુરને એક-એક વિકેટ મળી હતી.  

india indian cricket team sri lanka cricket news sports sports news