શુભમન ગિલના બૅટથી સેન્ચુરી ફટકારી હતી અભિષેક શર્માએ

09 July, 2024 11:09 AM IST  |  Harare | Gujarati Mid-day Correspondent

જે બૅટથી તેણે ૪૬ બૉલમાં ૧૦૦ રન ફટકાર્યા હતા એ બૅટ કૅપ્ટન શુભમન ગિલનું હતું

શુભમન ગિલ અને અભિષેક શર્મા

T20 ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલી સેન્ચુરી ફટકારનાર અભિષેક શર્માએ મૅચ બાદ મોટો ખુલાસો કર્યો હતો. જે બૅટથી તેણે ૪૬ બૉલમાં ૧૦૦ રન ફટકાર્યા હતા એ બૅટ કૅપ્ટન શુભમન ગિલનું હતું. તેણે કહ્યું હતું કે ‘શુભમનનો ખાસ આભાર, જેણે મને યોગ્ય સમયે તેનું બૅટ આપ્યું. અન્ડર-14ના દિવસોથી આવું થઈ રહ્યું છે. જ્યારે પણ હું તેના બૅટથી રમ્યો ત્યારે મેં સારું પ્રદર્શન કર્યું અને આજે પણ આવું જ થયું. હું તેના બૅટથી જ રમ્યો હતો જે મને ઘણી આજીજી પછી મળ્યું હતું. તે પોતાનું બૅટ આસાનીથી આપતો નથી.’

indian cricket team india shubman gill abhishek sharma zimbabwe cricket news sports sports news