21 September, 2025 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અબુ ધાબીમાં મૅચ પછી ઓમાન ટીમને ટિપ્સ આપ્યા બાદ પ્લેયર્સ અને કોચ સાથે ફોટો પડાવ્યો ભારતીય કૅપ્ટન સૂર્યાએ.
T20 એશિયા કપ 2025ની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં ભારતે ઓમાન સામે ૨૧ રને જીત નોંધાવી હતી. વિકેટકીપર-બૅટર સંજુ સૅમસને ત્રીજા ક્રમે રમીને ૪૫ બૉલમાં ૫૬ રનનો સ્કોર કર્યો હતો. T20માં નંબર-વન ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮૮ રન કર્યા હતા. ઓપનર આમિર કલીમ (૪૬ બૉલમાં ૬૪ રન) અને ટૉપ ઑર્ડર બૅટર હમ્માદ મિર્ઝા (૩૩ બૉલમાં ૫૧ રન)ની ઇનિંગ્સની મદદથી ઓમાને ભારત સામે ચાર વિકેટે ૧૬૭ રન કરીને જબરદસ્ત પડકાર આપ્યો હતો. ૨૦મા ક્રમની ઓમાનની ટીમ માટે ભારત સામે આ પહેલી જ ઇન્ટરનૅશનલ મૅચ હતી. પહેલી વખત એશિયા કપ રમનાર ઓમાન હૅટ-ટ્રિક હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થયું છે.
100 - આટલી T20 ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર ભારતનો પહેલો બોલર બન્યો અર્શદીપ સિંહ.