સિડની ટેસ્ટઃ પહેલો દિવસ રહ્યો પૂજારાને નામ, ભારતનો સ્કોર 303/4

14 February, 2019 03:08 PM IST  | 

સિડની ટેસ્ટઃ પહેલો દિવસ રહ્યો પૂજારાને નામ, ભારતનો સ્કોર 303/4

ક્રીઝ પર પૂજારા અને મયંક અગ્રવાલ

સિડની ટેસ્ટના પહેલો દિવસ પૂજારાને નામ રહ્યો. ચોથી ટેસ્ટમાં ભારતની નબળી શરૂઆત બાદ પૂજારા અને મયંક અગ્રવાલે બાજી સંભાળી મયંક અગ્રવાલે 77 રન બનાવ્યા તો પૂજારાએ સિરીઝની ત્રીજી સદી ફટકારી. આ સાથે જ પહેલા દિવસના અંદે ભારતે 4 વિકેટ ગુમાવીને 303 રન બનાવી લીધા છે. પૂજારા 130 રનના સ્કોરે અણનમ છે. તો સામે હનુમા વિહારી 39 રન બનાવીને અણનમ છે.

ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડ 2, મિશેલ સ્ટાર્ક અને નાથન લાયનને 1-1 વિકેટ મળી ચૂકી છે.

 

ઉલ્લેખનીય છે કે કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે શરૂઆતની કેટલીક ઓવરમાં આ નિર્ણય ખોટો લાગ્યો. ખાસ કરીને લોકેશ રાહુલની વાપસી વખતે ફરી ભારતીય ટીમ મુશ્કેલીમાં હોય તેવું લાગ્યું. કે. એલ. રાહુલને ચોથી ટેસ્ટમાં સ્થાન મળ્યું છે. જો કે લોકેશ રાહુલ ફરી એકવાર નિષ્ફળ રહ્યો અને માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. તો વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે પણ ખાસ કમાલ ન કરી શક્યા. આખરે પૂજારાએ ફરી એકવાર લાજ રાખીને મયંક અગ્રવાલ સાથે ભારતીય ઈનિંગને સંભાળી લીધી.

 

cricket news sports news australia team india border-gavaskar trophy sydney