Ind vs Aus: વન ડે સીરિઝ માટે ભારતીય ટીમનું એલાન, ધોનીનું કમબેક

14 February, 2019 02:44 PM IST  | 

Ind vs Aus: વન ડે સીરિઝ માટે ભારતીય ટીમનું એલાન, ધોનીનું કમબેક

ધોની રમશે ઑસ્ટ્રેલિયા સામે વનડે


ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે ત્યારે હવે વનડે સીરિઝ માટે પણ ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ત્રણ મેચની આ વનડે સીરિઝ 12 જાન્યુઆરીથી રમાશે. જેનો પહેલો મેચ સિડનીમાં રમાશે. સાથે સાથે ન્યૂઝીલેંડ સામે રમાનારી ટી-20 સીરિઝ માટે પણ ભારતીય ટીમનું એલાન થઈ ગયું છે.

BCCI પોતાના ટ્વીટર હેંડલ પર પસંદગી પામેલા ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. ઑસ્ટ્રેલિયાની સામે રમાનારી વનડે સીરિઝ માટે મહેંદ્ર સિંહ ધોનીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો ઋષભ પંતનો ટીમમાં સમાવેશ નથી કરવામાં આવ્યો. ધોનીને વેસ્ટઈંડિઝ અને ઑસ્ટ્રેલિયાની સામે ટી-20 સીરિઝ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો. પસંદગી સમિતિના પ્રમુખ એમએસકે પ્રસાદ પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે ધોની 2019ના વિશ્વકપ માટે વિકેટકીપરના રૂપમાં પહેલી પસંદ છે.



વનડે સીરિઝમાં આ ખેલાડીઓને મળી જગ્યા

રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયડૂ, કેદાર જાધવ, એમ એસ ધોની, કુલદીપ યાદવ, યુજવેંદ્ર ચહલ, રવિંદ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ અને મોહમ્મદ શમી.

ટેસ્ટ સીરિઝ ખતમ થયા બાદ ઋષભ પંત ઈંડિયા-એ ટીમ માટે પાંચ મેચની વનડે સીરિઝ રમશે, જે ઈંગ્લેંડ લાયંસની સામે ભારતમાં જ રમવામાં આવશે. સાથે સાથે ન્યૂઝીલેંડની સામે રમાનારી ટી-20 સીરિઝ માટે પણ ભારતીય ટીમનું એલાન થઈ ગયું છે.



ન્યૂઝીલેંડ સામેની ટી-20 સીરિઝ માટેની ટીમ


રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમ એસ ધોની, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેંદ્ર ચહલ, રવિંદ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને ખલીલ અહમદ.



વનડે સીરિઝનું શેડ્યૂલ

પહેલો વનડે 12 જાન્યુઆરીએ સિડનીમાં રમાશે.

બીજો વનડે 15 જાન્યુઆરીએ એડિલેડમાં રમાશે.

ત્રીજો વનડે 18 જાન્યુઆરીએ મેલબર્નમાં રમાશે.



ન્યૂઝીલેંડની સામેની ટી-20 સીરિઝનું શેડ્યૂલ

પહેલો ટી-20 6 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે.

બીજો ટી-20 8 ફેબ્રુઆરીએ ઑકલેંડમાં રમાશે.

ત્રીજો ટી-20 10 ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં રમાશે.

ms dhoni cricket news team india australia