IND VS AUS: સિરીઝ બચાવવા ભારતીય ટીમ પાસે છેલ્લો મોકો

26 February, 2019 08:33 PM IST  | 

IND VS AUS: સિરીઝ બચાવવા ભારતીય ટીમ પાસે છેલ્લો મોકો

બુધવારે રમાશે બીજી T-20

ભારતની નજર આવનારા વિશ્વકપ પર છે પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે સિરીઝ રમી રહી છે. ભારતીય ટીમ વર્લ્ડ કપ પહેલા આ સિરીઝ હારવા ઈચ્છશે નહી. 2 T-20 મેચની સિરીઝમાં પહેલી T-20માં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. બુધવારે ભારત બેગ્લોર ખાતે બીજી T-20મેચ રમવા મેદાન પર ઉતરશે. ભારતીય ટીમ કોઈ પણ સંજોગમાં આ મેચ જીતવા પ્રયત્ન કરશે. જો ભારત આ મેચ હારશે તો ભારત સિરીઝ પણ હારશે. હાલ 2 T-20 મેચની સિરીઝમાં ભારત 1-0થી પાછળ છે.

ભારતીય ટીમ પહેલી મેચમાં મિડલ ઓર્ડરના ખરાબ પ્રદર્શનના કારણે માત્ર 126 રન બનાવી શકી હતી. બુમરાહની ચુસ્ત બોલિંગના કારણે મેચ છેલ્લી ઓવર સુધી ગઈ હતી જો કે ઉમેશ યાદવની છેલ્લી ખરાબ ઓવરના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. લોકેશ રાહુલ ફોર્મમાં પરત ફરતા હાફ સેન્ચુરી ફટકારી હતી. લોકેશ રાહુલ અને રિષભ પંતને બીજી T-20માં મોકો આપવામાં આવી શકે છે.

બ્રેક પછી પરત ફરેલા બુમરાહે શરુઆત ધમાકેદાર કરી છે. બીજી મેચમાં ઉમેશ યાદવની જગ્યાએ સિદ્ધાર્થ કોલને પણ મોકો આપવામાં આવી શકે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા પાસે પણ સિરીઝ જીતવા માટે સારો મોકો છે. વર્લ્ડ કપ પહેલા સિરીઝ જીતી પ્લેયર્સનો આત્મ વિશ્વાસ વધારવા પ્રયત્ન કરશે. પહેલી T-20માં જીત મેળવ્યા પછી ઓસ્ટ્રેલિયન ટીમમાં ખાસ ફેરફાર જોવા મળી શકે તેમ નથી.

ટીમો

ભારત

વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ શર્મા, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની, કૃણાલ પંડ્યા, વિજય શંકર, ચહલ, બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કોલ, મયંક મારકંડે

 

આ પણ વાંચો: World cup 2019: ભારત-પાક વચ્ચે રમાનારી મેચ વિશે જનતાનો મૂડ

 

ઓસ્ટ્રેલિયા

એરોન ફિંચ, ડાર્સી શૉર્ટ, પેટ કમિન્સ, એલેક્સ કૈરી, બેહરનડોર્ફ, નાથન કૂલ્ટર નાઈલ, હેન્ડ્સકોમ્બ, ઉસ્માન ખ્વાઝા, નાથન લિયોન, મેક્સવેલ, રિચર્ડસન, સ્ટોઈનિસ, ટર્નર, ઝામ્પા

cricket news