પુકોવ્સ્કી નહીં રમે તો માર્કસ હૅરિસ કરશે ઓપનિંગ

14 January, 2021 12:10 PM IST  |  Brisbane | Agencies

પુકોવ્સ્કી નહીં રમે તો માર્કસ હૅરિસ કરશે ઓપનિંગ

કોસ્સ્કી ગયા મહિને પણ વૉમ-અપ મૅચ દરમ્યાન માથામાં બૉલ વાગતાં પ્રથમ બે ટેસ્ટ નહોતો રમી શક્યો.

સિડની ટેસ્ટથી ટેસ્ટ-કરીઅરની શરૂઆત કરનાર ઑસ્ટ્રેલિયન યુવા બૅટ્સમૅન ઇન્જરીને લીધે બ્રિસ્બેન ટેસ્ટ ગુમાવે એવું લાગી રહ્યું છે. સિડની ટેસ્ટના છેલ્લા દિવસે ફીલ્ડિંગ દરમ્યાન પુકોવ્સ્કીને ખભા પર ઇન્જરી થઈ હતી. ઇન્જરી બાદ તે મેદાન છોડીને ચાલ્યો ગયો હતો. ઑસ્ટ્રેલિયન મૅનેજમેન્ટ પુકોવસ્કીને રમાડવા બાબતે કોઈ ઉતાવળ નથી કરવા માગતું અને થોડી રાહ જોઈને પછી નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. હેડ કોચ જસ્ટિન લૅન્ગરે જણાવ્યું હતું કે ‘જો પુકોવ્સ્કી સમયસર ફિટ નહીં થાય તો માર્કસ હૅરિસને તેની જગ્યાએ ટીમમાં સમાવેશ કરવામાં આવશે. હૅરિસે અત્યાર સુધી રમેલી નવ ટેસ્ટમાં બે હાફ-સેન્ચુરી સાથે ૩૮૫ રન બનાવ્યા છે. ૭૯ રન તેનો હાઇએસ્ટ સ્કોર છે.
પુકોવ્સ્કીએ તેની એ પહેલી ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ૬૨ રન બનાવ્યા હતા, પણ બીજી ઇનિંગ્સમાં ૧૦ જ રન બનાવી શક્યો હતો. પુકોસ્સ્કી ગયા મહિને પણ વૉમ-અપ મૅચ દરમ્યાન માથામાં બૉલ વાગતાં પ્રથમ બે ટેસ્ટ નહોતો રમી શક્યો.

cricket news sports news