ઇન્ક્રેડિબલ કોહલીને હું વધુ રેકૉર્ડ તોડતો જોઈ શકું છું : સ્મિથ

23 January, 2020 01:14 PM IST  |  New Delhi

ઇન્ક્રેડિબલ કોહલીને હું વધુ રેકૉર્ડ તોડતો જોઈ શકું છું : સ્મિથ

સ્ટીવન સ્મિથ

ઇન્ડિયા સામે ત્રણ વન-ડે મૅચોની સિરીઝમાં નોંધનીય પારી રમ્યા બાદ સ્ટીવન સ્મિથે હાલમાં વિરાટ કોહલની પ્રશંસા કરી છે. ૨૦૧૫માં આઇસીસી વર્લ્ડ કર રમ્યા બાદ સ્મિથ ઘરઆંગણે ૨૦૧૯નો ટી૨૦ વર્લ્ડ કપ રમવા આતુર છે. આઇસીસીના ટેસ્ટ પ્લેયરોની રેન્કિંગમાં પણ આ બે પ્લેયરો વચ્ચે ટશન જામેલી જોવા મળે છે તેમ છતાં ૨૦૧૯ના વર્લ્ડ કપ દરમ્યાન જ્યારે દર્શકો સ્મિથની હાંસી ઉડાવી રહ્યાં હતા ત્યારે કોહલીએ જ દર્શકોને એમ ન કરવા શિખામણ આપી હતી. હાલમાં કોહલીના શાનદાર પર્ફોમન્સને લીધે સ્મિથે તેના વખાણ કર્યા હતા. સ્મિથે કહ્યું હતું કે ‘કોહલી એક જબરદસ્ત પ્લેયર છે અને તેના આંકડા જ ઘણું કહી આપે છે. મારા ખ્યાલથી તે ત્રણેય ફોર્મેટમાં ઇન્ક્રેડિબલ છે, જેણે ઘણાં રૅકોર્ડો તોડ્યા છે અને ભવિષ્યમાં પણ અમે તેને ઘણાં રેકૉર્ડ તોડતા જોવા માંગશું. તેને રનોની એટલી બધી ભૂખ છે કે તેને અટકાવી શકાય એમ નથી તેમ છતાં હું આશા રાખું છું કે અમે તેને અટકાવી શકીએ. એક કૅપ્ટન તરીકે તેણે ટીમ ઇન્ડિયા માટે નવા માપદંડ નિર્માણ કર્યા છે. વળી પોતાની ફિટનેસ અને હેલ્થ બાબતે પણ તે ઘણી ચોકસાઇ કેળ‍વે છે જે ઘણી અગત્યની છે.’

કોહલી ઉપરાંત વાત કરતાં સ્મિથે પોતાની બૅટિંગમાં સુધારા કરવા અને આઇપીએલમાં દ્વારા ટી૨૦ વર્લ્ડ કપ માટેની મળી રહેતી તક વિશે પોતાના સાકારાત્મક વિચાર રજૂ કર્યા હતા.

જોશ ફિલીપ દરેક ફોર્મેટમાં રમી શકે છે : સ્મિથ

બિગ બેશ લીગમાં સાથે રમનાર ઑસ્ટ્રેલિયન પ્લેયર જોશ ફિલીપ ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં રમી શકે છે એવો દાવો હાલમાં ખુદ સ્ટીવન સ્મિથે કર્યો છે. આ વિશે વાત કરતાં સ્મિથે કહ્યું કે ‘ત્રણેય ફોર્મેટમાં એ ન રમી શકે એવું કોઈ કારણ નથી. તેની પાસે દરેક પ્રકારનું ટેલેન્ટ છે બસ તેને સાચા સમયે ઉપયોગમાં લેવાનું છે. તે જેમ જેમ વધારે રમશે, પ્રેશર અનુભવશે એમ એમ તે સારું રમશે. જોશ ફાસ્ટ બોલરોને સારી રીતે રમે છે અને રાશીદ ખાનના સ્પીનને પણ તે કેવી સારી રીતે રમે છે એ પણ આપણે બિગ બેશમાં જોયું છે.’

steve smith virat kohli sports news cricket news