દમદાર ઇંગ્લૅન્ડ સામે અઝહર અલીની લડત

24 August, 2020 12:09 PM IST  |  Southampton | IANS

દમદાર ઇંગ્લૅન્ડ સામે અઝહર અલીની લડત

શોએબ અખ્તર

ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી અંતિમ ટેસ્ટ મૅચમાં ટોસ જીતીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલી યજમાન ટીમે પોતાની પહેલી ઇનિંગ આઠ વિકેટે ૫૮૩ રન પર ડિક્લેર કરી હતી. વન ડાઉન આવેલા ઝૅક ક્રાવલીએ ૩૪ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી ૨૬૭ રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. ક્રાવલીની ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલી ડબલ સેન્ચુરી હતી. ક્રાવલી અને જોસ બટલરે મળીને પાંચમી વિકેટ માટે ૩૫૯ રનની પાર્ટનરશિપ બનાવી હતી. આ પાર્ટનરશિપ પાકિસ્તાન સામે થયેલી અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટનરશિપ બની હતી. જોસ બટલર ૧૫૨ રન કરીને આઉટ થયો હતો, તેણે ૨૩ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. સામા પક્ષે ૫૮૪ રનના લક્ષ્ય પ્રાપ્ત કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને પોતાની પહેલી ઇનિંગમાં તેમણે ૩૦ રન બનાવવામાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. આ ચારેય વિકેટ જેમ્સ ઍન્ડરસનના ફાળે ગઈ હતી. ઓપનર શાન મસૂદ, આબિદ અલી, બાબર આઝમ અને અસદ શફીક અનુક્રમ ચાર, એક, અગિયાર અને પાંચ રન કરીને ઍન્ડરસનના શિકાર બન્યા હતા. કૅપ્ટન અઝહર અલીએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૭મી સેન્ચુરી અને ઇંગ્લૅન્ડ સામે ત્રીજી સેન્ચુરી ફટકારી પાકિસ્તાનની આશા જીવંત રાખી હતી. મોહમ્મદ રિઝવાન ૫૩ રન બનાવીને આઉટ થયો હતો. હતી. આ બંને પ્લેયરોએ મળીને છઠ્ઠી વિકેટ ૧૩૮ રનની ભાગીદારી કરી હતી. ડ્રિન્ક્સ સુધીમાં પાકિસ્તાને પોતાની પહેલી ઇનિંગમાં છ વિકેટ ગુમાવી ૨૨૦ રન બનાવી લીધા હતા. મૅચના ત્રીજા દિવસે વરસાદે વિઘ્ન પાડ્યું હતું.

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું આ ઘણું શરમજનક પર્ફોર્મ હતું. અમને લાગતું હતું કે ટીમ સિરીઝમાં સારું રમશે, પણ એ ક્લબ ટીમની જેમ રમી રહી હતી.
- શોએબ અખ્તર

pakistan cricket news england southampton