IND VS AUS:ભારતીય ટીમના આર્મી કેપ પહેરવા પર પાકિસ્તાનનો વિરોધ

09 March, 2019 09:40 PM IST  | 

IND VS AUS:ભારતીય ટીમના આર્મી કેપ પહેરવા પર પાકિસ્તાનનો વિરોધ

પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં આર્મી કેપ પહેરી મેદાન પર ઉતરી

રાંચી વન-ડેમાં ભારતીય ટીમ પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં આર્મી કેપ પહેરી મેદાન પર ઉતરી હતી. ભારતીય ટીમ દ્વારા આમ કરવા પર પાકિસ્તાન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન વિદેશ પ્રધાન શાહ મહમૂહ કુરેશીને ભારતીય ટીમનું આર્મી કેપ પહેરીને મેદાન પર ઉતરવા બાબતે આપત્તિ જતાવી છે.

રેડિયો પાકિસ્તાનના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન વિદેશ પ્રધાને કહ્યું હતું કે, ભારતીય ટીમે જે કર્યું છે તેનો બદલો લેવામાં આવશે. મહેમૂદ કુરેશીએ ICC સમક્ષ માગ કરી છે કે ટીમ ઈન્ડિયા સામે કાર્યવાહી કરવામાં આવે. પાકિસ્તાનના સૂચના પ્રધાન ફવાદ ચૌધરીએ ટ્વિટ કર્યું હતું કે, જો ભારતીય ટીમને રોકવામાં નહી આવે તો ઈંગ્લેન્ડમા થનારા વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાની ટીમ તાળી પટ્ટી પહેરીને મેદાન પર ઉતરશે.

 

આ પણ વાંચો: IND VS AUS: લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્રસિંહ ધોનીએ જીતી લીધું તમામનું દિલ

 

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રીજી વન-ડેમાં રાંચી ખાતે ભારતીય ટીમ શહીદોના સન્માનમાં આર્મી કેપ પહેરીને મેદાન પર ઉતરી હતી. ધોનીએ ટીમના બધા જ પ્લેયર્સને આર્મી કેપ આપી હતી. BCCIએ આ પગલુ ભારતીય સૈન્યના સાહસ અને તેમના સન્માનમાં આર્મી કેપ પહેરી હતી. BCCI દ્વારા ભારતીય સૈન્યના સન્માનમાં દરવર્ષે એક દિવસ આર્મી કેપ પહેરીને મેચ રમા પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

cricket news mahendra singh dhoni