અબુ ધાબી ટી૧૦માં છેલ્લી ૧૦માંથી ૮ મૅચમાં ચેઝ કરનારી ટીમ જીતી

25 November, 2021 05:41 PM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

ટીમ અબુ ધાબીએ અને ડેક્કન ગ્લેડિયેટર્સની ટીમે એક-એક વખત પ્રથમ બૅટિંગ કરીને રનના માર્જિનથી વિજય મેળવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર - આઇ સ્ટૉક

અબુ ધાબીમાં રમાતી અબુ ધાબી ટી૧૦ ટુર્નામેન્ટમાં ગઈ કાલની દિલ્હી બુલ્સ અને ટીમ અબુ ધાબી વચ્ચેના મુકાબલા પહેલાંની ૧૦માંથી ૮ મૅચમાં સેકન્ડ બૅટિંગ કરનારી ટીમનો વિજય થયો છે. એમાંનો છેલ્લો કિસ્સો મંગળવારે બન્યો હતો જેમાં બંગલા ટાઇગર્સે ચેન્નઈ બ્રેવ્ઝ સામેની મૅચમાં ૯૧ રનનો લક્ષ્યાંક પાંચમી ઓવરમાં (૩૪ બૉલ બાકી રાખીને) ૯ વિકેટના માર્જિનથી મેળવી લીધો હતો. એ અગાઉની ૯ મૅચમાંથી ૭ મૅચમાં ચેઝ કરનારી ટીમે જીત મેળવી હતી. એ વિજેતા ટીમોમાં દિલ્હી બુલ્સ (બે વાર), ટીમ અબુ ધાબી (બે વાર), ડેક્કન ગ્લેડિયેટર્સ (બે વાર) તેમ જ બંગલા ટાઇગર્સનો સમાવેશ હતો. ટીમ અબુ ધાબીએ અને ડેક્કન ગ્લેડિયેટર્સની ટીમે એક-એક વખત પ્રથમ બૅટિંગ કરીને રનના માર્જિનથી વિજય મેળવ્યો હતો.

cricket news sports news abu dhabi