સિલેક્ટરોની દયા પર નહીં રહેતો, સિતારો બુલંદ હોય ત્યારે શાનથી રિટાયરમેન્ટ લેજે

13 September, 2012 05:55 AM IST  | 

સિલેક્ટરોની દયા પર નહીં રહેતો, સિતારો બુલંદ હોય ત્યારે શાનથી રિટાયરમેન્ટ લેજે



નવી દિલ્હી: સચિન તેન્ડુલકરની કરીઅરના ભાવિ વિશે થોડા દિવસથી ચાલતી ચર્ચામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન ઇમરાન ખાને પણ ઝુકાવ્યું છે. ઇમરાને ગઈ કાલે ‘એનડીટીવી’ ચૅનલને સચિન માટેની સલાહમાં કહ્યું હતું કે તેણે રિટાયરમેન્ટને લગતા કોઈ પ્રેશરમાં આવવાને બદલે અને સિલેક્ટરોની દયા પર રહેવા કરતાં અંતરાત્માના અવાજને ધ્યાનમાં રાખીને નિવૃત્તિનો નિર્ણય લેવો જોઈએ.

ઇમરાને તેના માટેની ઍડવાઇઝમાં કહ્યું હતું કે ‘સચિન જેવા ગ્રેટ પ્લેયરની નિવૃત્તિ વિશે જે જાતજાતની વાતો થઈ રહી છે એના પરથી મારે કહેવું છે કે હું જો તેની જગ્યાએ હોત તો સિલેક્ટરોની દયા પર રહેવાને બદલે મારો સિતારો બુલંદ હોત ત્યારે જ નિવૃત્તિ લીધી હોત.’

ઇમરાને સચિનની વાત પર એવું પણ કહ્યું હતું કે ‘લોકો પ્લેયરની કરીઅરના શિખર સમાન સમય કરતાં તે જે સ્થિતિમાં રિટાયર થાય એને વધુ યાદ રાખતા હોય છે એટલે મને લાગે છે કે સચિને પોતાનો સિતારો આસમાને હોય ત્યારે માથું ચુ રાખીને નિવૃત્તિ લેવી જોઈએ. મેં સિલેક્ટરોની દયા પર રહેવાને બદલે મારી કરીઅરના શિખર પર રહીને (૧૯૯૨માં પાકિસ્તાનને વર્લ્ડ કપનો તાજ અપાવ્યા પછી) રિટાયરમેન્ટ લીધું હતું.’