ઈમરાન ખાન ઉપર આ ફાસ્ટ બોલરે લગાવ્યા ગંભીર આરોપ

03 November, 2020 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈમરાન ખાન ઉપર આ ફાસ્ટ બોલરે લગાવ્યા ગંભીર આરોપ

ફાઈલ તસવીર

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર સરફરાઝ નવાઝે(Sarfaraz Nawaz) પાકિસ્તાનના હાલના વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન(Imran Khan) પર એક ગંભીર આરોપ લગાવ્યો છે.

સરફરાઝે દાવો કર્યો છે કે ઇમરાન ખાન કોકેન લેતા હતા. સરફરાઝના આ આરોપનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થયો છે.

સરફરાઝ 1970 અને 80ના દાયકામાં પાકિસ્તાનના ઝડપી બોલર હતા અને તેમણે ઇમરાન ખાન સાથે ઘણી ક્રિકેટ રમી હતી. સરફરાઝે એમ પણ કહ્યું કે જો ઇમરાન ખાન તેમના દાવાને ખોટો સમજે તો તેઓ તેમને કોર્ટમાં પડકારી શકે છે.

સરફરાઝ નવાઝના વાયરલ વીડિયોમાં 1987માં રમાયેલ એક મેચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઇમરાન ખાનનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. એ ઘટનાને યાદ કરી નવાઝે કહ્યું કે ઇસ્લામાબાદમાં ઇમરાન ખાન તેમના ઘરે આવ્યા હતા અને ત્યારે ઇમરાન ખાને ડ્રગ્સ લીધું હતું. મીડિયા

તેમણે ઉમેર્યું કે, ઇમરાન ખાને 10-20 રૂપિયાની નોટમાં કોકેન નાંખીને લીધું હતું અને ભાંગને સૂકાવવીને તેની ચરસ પણ બનાવતા હતા. તે સમયે તેમના ઘરે મોહસિન ખાન, અબ્દુલ કાદિર અને સલીમ મલિક પણ હતા. ભોજન કર્યા બાદ ઇમરાન ખાને ચરસ પીધું હતું.

imran khan pakistan sports news cricket news