સચિનનો 100 સેન્ચુરીનો રેકૉર્ડ તોડી શકે છે વિરાટ કોહલી : ઇરફાન પઠાણ

25 August, 2020 11:18 AM IST  |  New Delhi | Agencies

સચિનનો 100 સેન્ચુરીનો રેકૉર્ડ તોડી શકે છે વિરાટ કોહલી : ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણ

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર ઇરફાન પઠાણે વિરાટ કોહલીની પ્રશંસા કરતાં કહ્યું છે કે તે સચિન તેન્ડુલકરનો ૧૦૦ સેન્ચુરી ફટકારવાનો રેકૉર્ડ તોડવાની ક્ષમતા ધરાવે છે. પઠાણે કહ્યું કે ‘મને ભરોસો છે કે ૧૦૦ સેન્ચુરીની વાત ભલે વિરાટ કોહલી નથી કરતો, પણ જો કોઈ સચિનના એ રેકૉર્ડને તોડવાની ક્ષમતા ધરાવે છે તો તે માત્ર વિરાટ કોહલી છે. ઘણી નાની ઉંમરમાં તેણે ઘણુંબધું મેળવી લીધું છે. મારું માનવું છે કે જો એ રેકૉર્ડને કોઈ તોડી શકે તો તે ઇન્ડિયન પ્લેયર હોય અને કોહલીની ફિટનેસ અને ક્ષમતાથી સૌકોઈ પરિચિત છે. કદાચ તે રિટાયર થાય એ પહેલાં આ રેકૉર્ડ તોડવામાં સફળ થઈ શકે છે અને કદાચ એ રેકૉર્ડ તોડવાના લક્ષ્યથી જ તે ધુઆંધાર રમી રહ્યો છે.’

cricket news sports news irfan pathan sachin tendulkar virat kohli