બૉલ ફેંકાતાં પહેલાં જો કોઈ બૅટ્સમૅન ક્રીઝ છોડે તો એક રનની પેનલ્ટી કરો

09 October, 2020 12:52 PM IST  |  New Delhi | PTI

બૉલ ફેંકાતાં પહેલાં જો કોઈ બૅટ્સમૅન ક્રીઝ છોડે તો એક રનની પેનલ્ટી કરો

સુનીલ ગાવસ્કર

દિગ્ગ્જ ક્રિકેટર સુનીલ ગાવસકર કહે છે કે ટી૨૦ એકદમ ક્રિકેટ પર્ફેક્ટ છે અને એમાં વધુ કોઈ બદલાવ કરવાની જરૂર નથી લાગી રહી છતાં અેમાં બૅટ્સમેનોનો દબદબો વધુ છે જો અેવું લાગતું હોય તો નિયમો ઘડનારાઓએ ટી૨૦માં અેક ઓવરમાં બે બાઉન્સરની છૂટ આપવા તથા શક્ય હોય અેટલી બાઉન્ડરી લાઇન લાંબી રાખવા વિશે વિચાર કરવો જોઈઅે. અે ઉપરાંત જો કોઈ બોલર તેની પહેલી ત્રણ ઓવરમાં વિકેટ લે તો તેને એક એક્સ્ટ્રા ઓવર એટલે કે ચારને બદલે પાંચ ઓવર કરવાની છૂટ વિશે પણ વિચાર કરવો જોઈઅે.
બીજા અમુક બદલાવ વિશષ વાત કરતાં ગાવસકરે કહ્યું કે ‘ટીવી અમ્પાયર અત્યારે બોલરનો નો-બૉલ છે કે નહીં એનું ધ્યાન રાખી રહ્યાં છે એ જ રીતે બૉલ ફેંકાતાં પહેલાં બૅટ્સમૅને ક્રીઝ છોડી છે કે નહીં એ જોવાની જવાબદારી પણ હોવી જોઈઅે. કોઈ બૅટ્સમૅન બૉલ ફેકાતાં પહેલાં ક્રીઝ છોડી દે છે તો બોલર તેને રનઆઉટ કરીને સજા કરી શકે છે. બીજી રીતે જો ટીવી-અમ્પયારને જણાય કે બૅટ્સમૅને વહેલી ક્રીઝ છોડી દીધી હતી અને એ બૉલમાં ફોર, સિક્સર કે જેટલા પણ રન બન્યા હોય એમાંથી એક રન શૉર્ટ રનનો કાપી લેવો જોઈએ.’
બૅટ્સમૅન બૉલ ફેંકાતાં પહેલાં ક્રીઝ છોડે અને બોલર તેને રનઆઉટ કરે તો તેને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ વિનુ માંકડ નામ પરથી આપવામાં આવેલો ‘માંકડિંગ’ શબ્દ વિશે ગાવસકરને વાંધો છે અને તેઓ કહે છે કે એ આપણા મહાન ક્રિકેટર વિનુ માંકડનું અપમાન છે. મને ખબર નથી પડતી કે મેદાનમાં આટલાં બધાં ખેલભાવના વિરુદ્ધનાં કાર્યો થતાં હોવા છતાં રનઆઉટની આ રીતને આપણી સાથે કેમ જોડી દેવામાં આવી છે. આપણે ‘ફ્રેન્ચ-કટ’ કે ‘ચાઇનામૅન’ જેવા શબ્દો હટાવવાની માગણી સાથે આનો પણ ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.

cricket news t20