07 May, 2025 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષભ પંત
ક્રિકેટજગતની ઘટનાઓ પર હળવાશભર્યા અને ઘણી વાર વાહિયાત કમેન્ટ માટે જાણીતા આઇસલૅન્ડ ક્રિકેટે સોશ્યલ મીડિયા પર IPL 2025ની ફ્રૉડ ઍન્ડ સ્કૅમર્સ પ્લેયર્સની ટીમ જાહેર કરી છે. તેમની કટાક્ષપૂર્ણ સોશ્યલ મીડિયા પોસ્ટ ભારે વાઇરલ પણ થઈ રહી છે. આ ટીમમાં તેમણે એવા પ્લેયર્સનાં નામ લખ્યાં છે જેમને મોટી કિંમતમાં ખરીદવામાં આવ્યા છે, પણ તેઓ આખી સીઝનમાં પૈસા વસૂલ પર્ફોર્મન્સ કરી શક્યા નથી. નબળા પ્રદર્શનને કારણે લખનઉ સુપર જાયન્ટ્સના ૨૭ કરોડ રૂપિયાની કિંમત ધરાવતા કૅપ્ટન રિષભ પંતને લીડર બનાવવામાં આવ્યો છે. આ લિસ્ટમાં સીઝનની તળિયાની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના પાંચ પ્લેયર્સ પણ સામેલ છે.
|
ફ્રૉડ ઍન્ડ સ્કૅમર્સની ટીમના પ્લેયર્સનું હમણાં સુધીનું પ્રદર્શન |
|||
|
પ્લેયર |
ટીમ |
કિંમત |
પ્રદર્શન |
|
રાહુલ ત્રિપાઠી |
ચેન્નઈ |
૩.૪૦ કરોડ |
પાંચ મૅચમાં પંચાવન રન |
|
રચિન રવીન્દ્ર |
ચેન્નઈ |
૪ કરોડ |
આઠ મૅચમાં ૧૯૧ રન |
|
ઈશાન કિશન |
હૈદરાબાદ |
૧૧.૨૫ કરોડ |
૧૧ મૅચમાં ૧૯૬ રન |
|
રિષભ પંત |
લખનઉ |
૨૭ કરોડ |
૧૧ મૅચમાં ૧૨૮ રન |
|
વેન્કટેશ ઐયર |
કલકત્તા |
૨૩.૭૫ કરોડ |
૧૧ મૅચમાં ૧૪૨ રન |
|
ગ્લેન મૅક્સવેલ |
પંજાબ |
૪.૨૦ કરોડ |
૭ મૅચમાં ૪૮ રન, ૪ વિકેટ |
|
લિયામ લિવિંગસ્ટન |
બૅન્ગલોર |
૮.૭૫ કરોડ |
૭ મૅચમાં ૮૭ રન |
|
દીપક હૂડા |
ચેન્નઈ |
૧.૭૦ કરોડ |
૬ મૅચમાં ૩૧ રન |
|
આર. અશ્વિન |
ચેન્નઈ |
૯.૭૫ કરોડ |
૭ મૅચમાં ૧૨ રન, પાંચ વિકેટ |
|
મથીશા પથિરાના |
ચેન્નઈ |
૧૩ કરોડ |
૯ મૅચમાં ૧૨ વિકેટ |
|
મોહમ્મદ શમી |
હૈદરાબાદ |
૧૦ કરોડ |
૯ મૅચમાં ૬ વિકેટ |