ઇંગ્લૅન્ડની કૅપ્ટન નેટ સિવર-બ્રન્ટ બે વર્લ્ડ કપ મૅચમાંથી બહાર

19 June, 2026 09:47 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

વેસ્ટ ઇન્ડીઝ સામેની આગામી બે મૅચમાં ઉપલબ્ધ રહેશે નહીં

ઇંગ્લૅન્ડની કૅપ્ટન નેટ સિવર-બ્રન્ટ

યજમાન ઇંગ્લૅન્ડને વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ના અભિયાનમાં મોટો ફટકો પડ્યો છે. ટીમની કૅપ્ટન નેટ સિવર-બ્રન્ટને ફરીથી ડાબા પગના સ્નાયુઓમાં ઇન્જરી થઈ છે. આયરલૅન્ડ સામેની મૅચમાં તે ૪૮ રન કર્યા બાદ સ્નાયુઓ જકડાઈ જવાથી રિટાયર્ડ હર્ટ થઈ હતી.

વર્લ્ડ કપની ગ્રુપ-સ્ટેજ મૅચમાં નેટ સિવર-બ્રન્ટ સ્કૉટલૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સામેની આગામી બે મૅચમાં ઉપલબ્ધ રહેશે નહીં. તેની ગેરહાજરીમાં ન્યુ ઝીલૅન્ડ અને ભારત સામેની દ્વિપક્ષીય સિરીઝમાં કૅપ્ટન્સી કરનાર ઑલરાઉન્ડર ચાર્લી ડીન ટીમની આગેવાની કરશે.

womens world cup t20 world cup england international cricket council cricket news sports sports news